તા. ૧૭ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૮ મંગળવાર
News of Wednesday, 9th April 2025
જુનાગઢ વોર્ડ ૧૧ ખાતે કોર્પોરેટરો દ્વારા પ્રથમ જન સંપર્ક કાર્યાલય

જૂનાગઢઃ ભારતીય જનતા પાર્ટી જુનાગઢ મહાનગરના અધ્યક્ષ ગૌરવભાઈ રુપારેલિયાના હસ્તે જુનાગઢ વોર્ડ ૧૧ના કોર્પોરેટર શૈલેશભાઈ દવે, વનરાજભાઈ સોલંકી, દિવ્યાબેનમનોજભાઇ પોપટ તથા પૂનમબેન જીતેસભાઈ પરમાર દ્વારા સેવાભાવ સાથે જુનાગઢ મહાનગરનું પ્રથમજનસંપર્ક કાર્યાલય ખુલ્લુ મૂકવામાં આવ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે આજનસંપર્ક કાર્યાલય દ્વારા વોર્ડના લોકોના જીવન જરૂરિયાતના પ્રશ્નો જેમાં કોર્પોરેશનસામેલ હોય તેવા પ્રશ્નો વોર્ડમાં જ ઉકેલાઈ જશે. અમે લોકો સુધી મત માટે ગયા અને લોકોએ અમારા ઉપર ભરોશો મૂકી જે મત આપ્યા છેતે મત ની કિમત સમજી હવે આ વોર્ડ ના લોકોના પ્રશ્નો વોર્ડ માં જ ઉકેલાઈ જાય અને નાનીનાની જરૂરીયાતો માટે લોકોને કોર્પોરેશન સુધી જવું ના પડે તે માટે આ જનસંપર્ક કાર્યાલય ખોલવામાં આવ્યું છે અને વોર્ડ ૧૧ ના દરેક નાગરિકોએ હવે આ કાર્યાલય ખાતે પોતાની રજૂઆતો માટે આવવું દરમિયાન બીજેપી ઉપાધ્યક્ષ અશોકભાઇ ભટ્ટ, શબીરભાઈઅમરેલીયા તથા આગેવાનો હોદેદારો કાર્યકરો તથા વોર્ડના નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા તેમ મીડિયા વિભાગના સંજય પંડયાની યાદી જણાવે છે.(
(2:10 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
