<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 9th April 2025

વિસાવદર વિધાનસભાની પેટા ચૂટણીના પડઘમ વચ્‍ચે કનુભાઈ ભાલાળા-દિલીપભાઈ સંઘાણી વચ્‍ચે સૂચક મુલાકાત

ભાવતા ભોજન સાથે લઈ ટીકીટ સંદર્ભે રાજકીય ગુફતેગો થયાની વ્‍યાપક લોકચર્ચાઃ અવનવા તર્કવિતર્ક

(યાસીન બ્‍લોચ દ્વારા) વિસાવદર, તા.૯: વિસાવદર વિધાનસભાની પેટા ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે. આ વિધાનસભા મતક્ષેત્રમાં રાજકીય ગતિવિધિઓ તેજ બની છે. અવનવી ઘટનાઓ આકાર લઈ રહી છે. આમ આદમી પાર્ટીએ ગોપાલ ઈટાલિયાને મેદાને ઉતારી સમગ્ર પંથકમાં રાજકીય ગરમાવો લઈ આવી દીધો છે. સૌથી પેચીદો પ્રશ્‍ન ભાજપની ટીકીટ પાર્ટી કોને આપશે..? તે સો મણનો સવાલ છે.દરમિયાન વિસાવદર વિધાનસભામા બબ્‍બે વખત ધારાસભ્‍ય તરીકે ચૂંટાયેલા માજી કળષિ મંત્રી કનુભાઈ ભાલાળાની ઈફકો-ગુજકોમાસોલના ચેરમેન દિલીપભાઈ સંઘાણી સાથેની તાજેતરની મુલાકાત અને ભાવતા ભોજન સાથે લઈ સંભવિત ચર્ચાઓ સંદર્ભે સમગ્ર મતક્ષેત્રમાં અવનવા તર્કવિતર્ક થઈ રહ્યા છે.

અત્રે ઉલ્લેખનિય છે કે, માજી કળષિમંત્રી કનુભાઈ ભાલાલા પક્ષને સમર્પિત પીઢ અગ્રણી છે. વડાપ્રધાન નરેન્‍દ્રભાઈ મોદીની ગુડબૂકમાં ગણાય છે. કનુભાઈના દિકરાના લગ્નમાં નરેન્‍દ્રભાઈ મોદીએ ખાસ હાજરી આપી હતી અને ભાલાળાના ધર્મપત્‍નિના અવસાન વખતે નરેન્‍દ્રભાઈ મોદીએ કનુભાઈને ફોન કરી સાંત્‍વના આપેલ..જેથી આ બેઠકની ટીકીટ પસંદગીમાં પાર્ટીમાં કનુભાઈનો અભિપ્રાય મહત્‍વનો બની રહે તેવુ રાજકીય નિરિક્ષકો માની રહ્યા છે.

દિલીપભાઈ સંઘાણી-કનુભાઈ ભાલાળા વચ્‍ચેની મુલાકાત દરમિયાન વિસાવદર તાલુકા ભાજપના માજી પ્રમુખ મધુભાઈ પદમાણી તથા જૂનાગઢ જિલ્લા ભાજપના માજી ઉપપ્રમુખ ઘનશ્‍યામભાઈ સાવલિયા સાથે રહ્યા હતા. અત્રે ઉલ્લેખનિય છે કે, દેશની સૌથીમોટી સહકારી સંસ્‍થા ઇફકો તથા ગુજકોમાસોલના ચેરમેન દિલીપભાઇ સંઘાણી સાથે કનુભાઈ, મધુભાઈ તથા ઘનશ્‍યામભાઈએ લીધેલ યાદગાર ભોજનની તસવીરો શોસિયલ મીડીયામાં શેર થઈ રહી છે.

(2:08 PM IST)