<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 9th April 2025

ત્રિપુરાના રાજ્‍યપાલએ ગિરનાર રોપ-વેની રોમાંચક સફર ખેડી : અંબાજી માતાજીના દર્શન કર્યા

 

(વિનુ જોશી દ્વારા) જૂનાગઢ,તા.૯: ત્રિપુરાના રાજ્‍યપાલ  ઈન્‍દ્ર સેના રેડ્ડીએ ગિરનાર પર્વત પર બિરાજમાન માં અંબાના  દર્શન કરી ધન્‍યતા અનુભવી હતી. રાજયપાલને અંબાજી મંદિર ખાતે સેવારત મહંતએ પ્રસાદીની ચુંદડી અર્પણ કરી હતી.

રાજ્‍યપાલ  ગિરનાર  રોપ- વેની રોમાંચક સફર ખેડી માં અંબાના દર્શન કરવા પહોંચ્‍યા હતા. આ દરમિયાન તેમણે ઉડન ખટોલાના માધ્‍યમથી ગરવા ગિરનારના સૌંદર્યને નિહાળ્‍યું હતું. રાજયપાલની આ મુલાકાત વેળાએ ધારાસભ્‍ય  સંજયભાઈ કોરડીયા,જૂનાગઢ ભાજપ શહેર પ્રમુખ  ગૌરવભાઈ રૂપારેલીયા, જૂનાગઢ પ્રાંત અધિકારી  ચરણસીંહ ગોહિલ,ઉષાબ્રેકો મેનેજર સહિતના ઉપસ્‍થિત રહ્યાં હતા.

પ્રસિદ્ધ માધવપુરના ઘેડના મેળામાં સહભાગી થવા પધારેલા ત્રિપુરાના રાજ્‍યપાલનું કેશોદ એરપોર્ટ ખાતે જિલ્લા કલેકટર  અનિલકુમાર રાણાવસિયા સહિતના અધિકારીઓએ  સ્‍વાગત કર્યું હતું. સાથે જ રાજ્‍યપાલને જૂનાગઢ જિલ્લા પોલીસ દ્વારા  ગાર્ડ ઓફ ઓનર પણ આપવામાં આવ્‍યું હતું.

જગતજનની માં અંબાના પુરા ભાવ સાથે દર્શન અને પૂજન અર્ચન કરતા ત્રિપુરા રાજ્‍યના ગવર્નર શ્રી ઇન્‍દ્ર સેન રેડીએ માતાજીના દર્શન અને આરતી કરી હતી  મંદિર ટ્રસ્‍ટ વતી પૂજારીઓએ રાજ્‍યપાલ શ્રી નું માતાજીની ચૂંટણી ઓઢાડી સન્‍માન કર્યું હતું.

મહામહિમે ગિરનારની આદ્યાત્‍મિક ભવ્‍યતા તથા ગુજરાતની સમળદ્ધ સાંસ્‍કળતિક પરંપરાની હ્રદયપૂર્વક પ્રશંસા કરી હતી. (તસ્‍વીરઃ મુકેશ વાઘેલા-જુનાગઢ)

(2:05 PM IST)