તા. ૧૭ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૮ મંગળવાર
News of Wednesday, 9th April 2025
શ્રી દ્વારકાધીશ ભગવાન અને રૂક્ષ્મણીજીનો લગ્નોત્સવ પરંપરાગત રીતે ઉજવાયો
રાજમાર્ગો ઉપર ઠાઠ-માઠ સાથે રાજરાજેશ્વરી માતા શ્રી રૂક્ષ્મણીજીનો વરઘોડો નીકળ્યોઃ રૂક્ષ્મણી માતાજી અને જગત મંદિરે ધ્વજાહોરણ કાર્યક્રમ યોજાયો

દ્વારકા : શ્રી દ્વારકાધીશ ભગવાન અને શ્રી રૂક્ષ્મણજીનો લગ્નોત્સવ પરંપરાગત રીતે ઉજવાયો હતો. જેની તસ્વીર ઝલક. (તસ્વીર : દિપેશ સામાણી -દ્વારકા)
(વિનુભાઇ સામાણી દ્વારા) દ્વારકા તા. ૯ :.. ચૈત્ર સુદ અગિયારસના શુભ દિને દ્વારકાધીશ શ્રીકળષ્ણ અને તેમના મુખ્ય પટ્ટરાણી માતા રૂકિમણીજીનો લગ્નોત્સવ પરંપરાગત રીતે ઊજવાયો હતો. આજરોજ સાંજે ૭ કલાકથી દ્વારકાના રૂકિમણી મંદિરના પટાંગણમાં ધાર્મિક વિધિવિધાન સાથે ભગવાન દ્વારકાધીશજી અને માતા રૂકિમણીજીનો ભવ્ય લગ્નોત્સવ ઊજવાયો હતો. તા.૦૭-૦૮ એપ્રિલ દરમ્યાન ઉજવાયેલ શ્રીજી શ્રીપટ્ટરાણીજીના લગ્નોત્સવમાં સાંજીના ગીત, સંગીત સંધ્યા, માતાજીનો વરઘોડો, અન્નકુટ મહોત્સવ જેવા કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા. આજરોજ સંપૂર્ણ ધાર્મિક વિધિ વિધાન સાથે બહોળી સંખ્યામાં ભાવિકોની ઉપસ્થિતિમાં પૂજારી અરૂણભાઈ દવે તથા કંદર્પભાઈ દવે તેમજ લગ્નોત્સવમાં મુખ્ય યજમાન પરિવારની ઉપસ્થિતિમાં શ્રી દ્વારકાધીશજી અને શ્રી રૂકિમણી માતાજીના લગ્નોત્સવ ઊજવાયો હતો.
આ પહેલા ગત સાંજે ૭ થી ૯ સુધી શ્રી દ્વારકાધીશના જગતમંદિરેથી રૂકમિણી માતાજીનો વરઘોડો નીકળ્યો હતો જે શહેરના વિવિધ રાજમાર્ગો પરથી ફરીને ભદ્રકાલી ચોક પાસે સમાપન થયેલ. શહેરના ચોકે ચોકમાં વરઘોડાનું ભાવિકો દ્વારા ઉમળકાભેર સ્વાગત કરાયું હતું.
રૂકિમણી વિવાહ ઉત્સવ પ્રસંગે આજરોજ દ્વારકાધીશ જગતમંદિર તેમજ રાજરાજેશ્વરી રૂકિમણી માતાજી મંદિરે ધ્વજારોહણ યોજાયું હતું જેમાં બહોળી સંખ્યામાં ભાવિકો ઉપસ્થિત રહયા હતા.
કાલે દ્વારકામાં શ્રી કૃષ્ણ ભગવાન અને શ્રી રૂક્ષ્મણીજીનો વિવાહ સત્કાર સમારોહ
ભવ્ય સ્વાગત, શોભાયાત્રા, મલ્ટીમિડીયા શોઃ કુંવરજીભાઇ બાવળીયા, મુળુભાઇ બેરા, પૂનમબેન માડમ સહિતના ઉપસ્થિત રહેશે
દેવભૂમિ દ્વારકા તા. ૯ :.. ભારતના ઉત્તર - પૂર્વ પ્રદેશો અને પヘમિ ભારતના ગુજરાતની સમળદ્ધ સંસ્કળતિના સમન્વયના અનુબંધનો ઉત્સવ માધવપુર ઘેડ મેળો આ વર્ષે તા.૬ એપ્રિલથી તા.૧૦ એપ્રિલ ૨૦૨૫ સુધી યોજાઈ રહ્યો છે.
ભગવાન શ્રી કળષ્ણ રૂકમણીજી સાથે વિવાહ કરીને બારાત લઈને દ્વારકા પહોંચ્યા તે પૌરાણિક મહાત્મ્યને પુનઃ ઉજાગર કરતા દ્વારકામાં તા.૧૦ એપ્રિલના રોજ રૂકમણીજીનું ભવ્ય સ્વાગત કરવામાં આવશે.
જેમાં ભગવાન શ્રી કળષ્ણ અને રૂકમણીજીની ભવ્ય શોભાયાત્રા દ્વારકાના હાથી ગેટથી શરૂ કરી દ્વારકા મંદિર થઈ રુકમણી મંદિર સુધી યોજાશે. જેમાં ઠેર ઠેર સ્થળે પણ ભગવાન શ્રી કળષ્ણ અને રૂક્ષ્મણીજીનું સ્વાગત કરવામાં આવશે. ઉપરાંત સર્કિટ હાઉસ પાછળના ગ્રાઉન્ડ ખાતે મલ્ટીમીડિયા શો પ્રસ્તુત કરવામાં આવશે.
આ કાર્યક્રમમાં પ્રભારી મંત્રી શ્રી કુંવરજીભાઇ બાવળિયા, પ્રવાસન મંત્રી શ્રી મુળુભાઇ બેરા, સાંસદ શ્રી પૂનમબેન માડમ, જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી રિધ્ધિબા જાડેજા, ધારાસભ્યો શ્રી પબુભા માણેક તથા હેમંત ખવા સહિત ઉત્તર પૂર્વ રાજ્યોના મહાનુભાવોની પ્રેરક ઉપસ્થિતિ રહેશે.
(12:17 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
