તા. ૧૭ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૮ મંગળવાર
News of Wednesday, 9th April 2025
વકફ મિલકતોની તકરારોમાં નિર્ણય કરવાની સતા માત્ર વકફ ટ્રીબ્યુનલને જ છે
જામનગરના મુસાફર ખાનાના ૧૩ ભાડૂતોની અપીલો રદ કરતી ગુજરાત હાઈકોર્ટ

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર,તા.૯: તાજેતરમાં વકફ કાયદાની અનેક જોગવાઈઓમાં સુધારાઓ કરી નવો વકફ કાયદો-૨૦૨૪ ને અમલમાં લાવવામાં આવેલ છે. આ કાયદાની જૂની તથા નવી જોગવાઈઓ મુજબ વકફ મિલકતોની તકરારો વકફ કાયદાની કલમ-૮૩ તથા કલમ-૮૫ મુજબ જે-તે રાજ્યની વકફ ટ્રીબ્યુનલને તેવા વિવાદોના નિર્ણયો કરવાની સતાઓ આપવામાં આવેલ છે. તે મુજબ ગુજરાત રાજ્યની વકફ ટ્રીબ્યુનલ દ્વારા તા. ૨૧/૧૧/૨૦૨૪ ના આપવામાં આવેલ હુકમ મુજબ વકફ મિલકતોની તકરારો સાંભળવા, ચલાવવા, વકફ ટ્રીબ્યુનલને તમામ સતા હોય તેમ છતાં ગુજરાત હાઇકોર્ટ સમક્ષ જામનગર શહેરના ત્રણબતી ચોકમાં આવેલ હાજીમોહંમદ અને હાજીહાસમ પીરમોહમદ મુસાફરખાનાની મિલકતોના ભાડુતો કલ્પના હોટલ. રામડેરી વિગેરે દ્વારા કરવામાં આવેલ અપીલના કામે તા.૦૪/૦૪/૨૦૨૫ ના રોજ આપવામાં આવેલ વિસ્તળત વર્ણન સાથેનું જજમેન્ટ આપી ગુજરાત હાઇકોર્ટે ૧૩ (તેર) ભાડુતોની અપીલો રદ કરી ગાંધીનગરની વકફ ટ્રીબ્યુનલને વકક સંબંધિત દાવો-તકરારો ચલાવવાની સંપૂર્ણ સતાઓ હોવાનું સુપ્રિમ કોર્ટ, ગુજરાત હાઇકોર્ટના જજમેન્ટોને ધ્યાનમાં લઇ તમામ ભાડુતોની અપીલો રદ કરેલ છે તેમજ ભાડુતો દ્વારા સુપ્રીમ કોર્ટમાં જવા માટે સ્ટે કરવા આપેલ અરજીઓ પણ ફગાવી દઈ વકફ ટ્રીબ્યુનલ દ્વારા વફ અંગેની તકરારોના દાવાઓ ચલાવવાની પોતાને જ સતાઓ હોય તેવો ગુજરાત હાઇકોર્ટે હુકમ ફરમાવેલ છે.
જેમાં મુસાફરખાના વકફ વતી અમદાવાદના વકીલશ્રી અરશદ શેખ તેમજ જામનગરના વકીલ હાજીહસન ભંડેરી- કારોબારી અધિકારી, ગુજરાત રાજ્ય વફ બોર્ડ તરીકે હાજર રહેલા અને ગુજરાત રાજ્ય વકફ બોર્ડના વકીલ તરીકે ફોઝાન સોનીવાલા રોકાયેલ હતા.
(12:19 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
