News of Wednesday, 9th April 2025
ધોરાજીના પીપળીયાના પાડલીયા પરિવારના દાતાઓનું અમેરીકામાં સન્માન

(ધર્મેન્દ્ર બાબરીયા દ્વારા) ધોરાજી તા. ૮: ડો. જીતેન્દ્ર પાડલીયા, ડો. મનસુખ પાડલીયા, ડો. ભરતભાઇ પાડલીયા અને જગદીશભાઇ પાડલીયા આ પરીવાર ધોરાજી તાલુકાના પીપળીયા ગામનો ખેડુત પરીવાર હતો જે ધોરાજી અભ્યાસ બાદ ઉપલેટા અને જગદીશભાઇ પાડલીયા આ પરીવાર ધોરાજી તાલુકાના પીપળીયા ગામનો ખેડુત પરીવાર હતો જે ધોરાજી અભ્યાસ બાદ ઉપલેટા અને ડોકટરની ડીગ્રી પ્રાપ્ત કર્યા બાદ અમેરીકાના ફલોરીડા ખાતે સ્થાઇ થયેલ અને મોટી પ્રગતી બાદ માદરે વતનનું ઋણ ચુકવવા પાડલીયા પરિવારે ધોરાજીની સરકારી હોસ્પીટલને લાખો રૂપિયાનું મેડીકલ સાધનો આપેલ.ધોરાજી ઉપલેટા અને જામજોધપુર સરકારી હોસ્પીટલોમાં દાંત વિભાગ માટે પણ મોટુ યોગદાન આપેલ માનવ સેવાઓને વરેલા અને માદરે વતન માટે મેડીકલ ક્ષેત્રે અને અન્ય સેવાઓ માટે મોટું યોગદાન દેનાર ડો. જીતેન્દ્ર પાડલીયા અને ડો. મનસુખ પાડલીયા, ડો. ભરત પાડલીયા અને જગદીશભાઇ પાડલીયાને અમેરીકન સરકાર હવાઇ ફલોરીડાના તાલહાસી ગામ ખાતે ઇમેનિટેરિયન (માનવતા વાદી એવોર્ડ) થી સન્માનીત કરેલ. આ એવોર્ડ ડો. આઇ. બી. હેરીસન અને ડો. મિસેલ ફોર્સ થોફેલ દ્વારા આપી સન્માનીત કરેલ અને માનવતાના કાર્ય કરવા બદલ શુભેચ્છાઓ આપેલ હતી. આ તકે ધોરાજી માનવ સેવા યુવક મંડળના ધર્મેન્દ્ર બાબરીયા અને ભોલાભાઇ સોલંકીએ અમેરીકા સ્થીત પાડલીયા પરીવારની સેવાઓને બીરદાવી વધુને વધુ સેવાકીય કાર્યો કરો તેવી શુભેચ્છા આપેલ હતી.
(12:20 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
