તા. ૧૭ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૮ મંગળવાર
News of Wednesday, 9th April 2025
પોરબંદર કડિયા પ્લોટનું પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ગંદગીથી ઘેરાયું
દર્દીઓને ગંદકીમાંથી પસાર થવું પડેઃ યુવા આગેવાન કિશન રાઠોડ દ્વારા મ્યુનિસિપલ કમિશનરને રજૂઆત

પોરબંદર , તા.૯: આવતા કડિયા પ્લોટ વિસ્તારમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર બહાર ગંદગીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે, આરોગ્ય કેન્દ્રમાં વિસ્તારના ભાઈઓ/બહેનો પોતાને બીમારી થી દુર કરવા માટે આરોગ્ય સેન્ટર માંથી દવાઓ લેવા માટે તેમજ નિદાન માટે આવતા હોય છે. પરંતુ પ્રવેશ દ્વાર પાસે જ ગંદગી જોવા મળતી હોય છે. પર ેપ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ના પ્રવેશ દ્વાર આગળ જે જગ્યા છે તે જગ્યા પર તો પેવર બ્લોક નાખવાનું કામ કરી આપવામાં આવે તો અહીની ગંદગી દૂર થાય તેમજ આરોગ્ય કેન્દ્ર બહાર પણ સ્વચ્છતા જળવાઈ રહે તેવી માગણી ઉઠી છે.
આનંદ નગર/મફતિયા પરા વિસ્તારમાં રોડ તેમજ પેવર બ્લોક અને પીવાના પાણીની પાઈપ લાઈનનું કામ કોઈ કારણોસર પૂર્ણ થયેલ નથી, જેથી કરી તે વિસ્તારમાં રહેતા લોકોને ભરી હાલાકી ભોગવવી પડે છે, પીવાના પાણી માટે દુર દુર સુધી જવાની ફરજ પડે છે. ચોમાચામાં ગલીઓમાં ગંદગી થવાના કારણે બાળકો તેમજ વિસ્તારના લોકો બીમારી નો ભોગ બને છે. વિસ્તારના યુવા આગેવાન કિશન રાઠોડ દ્વારા પોરબંદર મહાનગર કમિશ્નર શ્રીને ડેપ્યુટી કમિ‘ર મારફત પત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી કે વોર્ડ નં-૪ કડિયા પ્લોટ વિસ્તારમાં બાકી રહેલા જે કામો છે તેમને વહેલી તકે પૂર્ણ કરવામાં આવે તેવી માગણી છે.
(11:44 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
