<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 9th April 2025

મોરબીમાં ભગવાનશ્રી મહાવીર જન્‍મકલ્‍યાણક મહોત્‍સવ નિમિતે કાલે ભવ્‍ય શોભાયાત્રા-ધર્મસભા સહિતના કાર્યક્રમો

 

(પ્રવિણ વ્‍યાસ દ્વારા) મોરબી, તા. ૯: સમગ્ર વિશ્વને અહિંસાનો સંદેશ આપનાર ચરમ તીર્થકર પૂજ્‍યશ્રી મહાવીર સ્‍વામી પરમાત્‍માનો ૨૬૨૩ મો જન્‍મ કલ્‍યાણક મહોત્‍સવ તા. ૧૦ ને ગુરુવારે ઉજવાશે પરમ ઉપકારી પરમાત્‍માની શોભાયાત્રા તા. ૧૦ ને ગુરુવારે સવારે ૮ કલાકે દરબારગઢ જૈન દેરાસરથી પ્રયાણ કરી ગ્રીન ચોક, નગર દરવાજા થઈને જુના બસ સ્‍ટેન્‍ડથી સાવસર પ્‍લોટ અને રામચોક સહિતના વિસ્‍તારમાં ફરીને શ્રી રસિકલાલ શેઠ બોયઝ હાઈસ્‍કૂલ જશે અને ત્‍યાં ધર્મસભા યોજાશે

જે અવસરે વાગડ ગચ્‍છનાયક આચાર્યશ્રી કલાપૂર્ણ સુરીશ્વરજી મ.સા. સમુદાયના પૂજ્‍ય આ.ભ.શ્રી આત્‍મદર્શન સુરીશ્વરજી મ.સા. માનવથી મહા માનવની સફર વિષયે મંગલ પ્રવર્ચન આપશે આ પ્રસંગે ગોંડલ સંઘાણી સંપ્રદાયના બા.બ્ર.પ.પુ. નરેન્‍દ્રમુની મહારાજ સાહેબના સુશિષ્‍યા પ.પુ. જયશ્રીબાઈ સ્‍વામી આદિઠાણા-૬, તથા અજરામર સંઙ્ઘદાયના પ.પુ. નંદીનીકુમારી મ.સા. આદિઠાણા-૨ તથા પ.પુ. શીલદર્શનાશ્રીજી મ.સા. આદીઠાણા ૪ સાહેબની ઉપસ્‍થિતિ રહેશે

મોરબીના સમસ્‍ત જૈન સમાજ દ્વારા આયોજિત શોભાયાત્રામાં કળશધારી બાળાઓ દ્વારા સામૈયા તથા શ્રી ધર્મનાથ જૈન બેન્‍ડ ગ્રુપ, ભવ્‍ય આકર્ષણરૂપ પ્રભુનો રથ, પ્રભુ મહાવીર સ્‍વામીના સ્‍વપ્ન, ચાંદીનું પારણું, પ્રભુજીનો વિશાળ ફોટો શોભાયાત્રામાં પ્રદર્શિત થશે શોભાયાત્રા દરમીયાનપ્રભુજી સમક્ષ નળત્‍યકાર દ્વારા નળત્‍ય રજુ થશે વ્‍યાખ્‍યાન પૂર્ણ થયે ગુરુદેવજીએ સંકલન કરેલ પુસ્‍તકનું વિમોચન થશે મોરબી સમસ્‍ત જૈન સમાજ પ્રભુ મહાવીર સ્‍વામીના જન્‍મ કલ્‍યાણકને સંયુક્‍ત રીતે ઉજવણી કરી રહ્યું છે ત્‍યારે સમસ્‍ત જૈન સમાજ આયોજિત તમામ કાર્યક્રમોમાં હાજર રહીને પ્રભુ મહાવીર સ્‍વામીના જન્‍મ કલ્‍યાણકને ઉજવવા તથા શાસનની શોભામાં અભિવળદ્ધિ કરવા જૈન સમાજની વિવિધ સંસ્‍થાઓએ નિમંત્રણ પાઠવ્‍યું છે.

રીલીફનગરમાં મહાવીર સ્‍વામી જન્‍મ કલ્‍યાણકની ભવ્‍ય ઉજવાશે

શ્રી રીલીફનગર જૈન દેરાસર મધ્‍યે ભગવાન મહાવીર સ્‍વામીની છત્રછાયામાં મહાવીર જન્‍મ કલ્‍યાણકની ભવ્‍ય ઉજવણી તા. ૧૦ ને ગુરુવારે રાત્રીના રીલીફનગર જૈન દેરાસર મોરબી ૨ ખાતે કરવામાં આવશે

જેમા પ્રભુજીને ભવ્‍ય અંગ રચના સાથપ્રતિવર્ષની માફક રાત્રીના ૯ કલાકે પરમાત્‍મા ભક્‍તિ (ભાવના) નો કાર્યક્રમ યોજેલ છે મધ્‍યરાત્રીના ૧૨ કલાકે પરમાત્‍માનો જન્‍મોત્‍સવ સંગીત સાથે ઉજવવામાં આવશે સમગ્ર કાર્યક્રમ મોરબીના જ આપણા પનોતા પુત્ર ભાવેશભાઈ એન દોશી (જૈન સંગીતકાર) કલાપૂર્ણ ભક્‍તિ ગ્રુપ દ્વારા કરવામાં આવશે જેમાં મોરબીની ધર્મપ્રમી શ્રાવક, શ્રાવિકાઓ અને સકલશ્રી સંઘોને પધારવા રીલીફનગર જૈન દેરાસર કમિટી મેમ્‍બર દ્વારા ભાવભર્યું નિમંત્રણ પાઠવ્‍યું છે.

(11:43 AM IST)