તા. ૧૭ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૮ મંગળવાર
News of Wednesday, 9th April 2025
વિસાવદરના ખોડાસરમાં પિતૃને પાણી પાવા બાબતે સશષા મારામારીઃ સાળા-બનેવી સહિત ૩ને ઇજા
પ્રાચી ખાતે પિતૃકાર્ય વખતે થયેલી બોલાચાલીને કારણે ધોકા, કુહાડીથી બઘડાટીઃ ઘાયલોને રાજકોટ ખસેડાયા

રાજકોટ તા. ૯: વિસાવદર તાબેના ખોડાસર ગામે પિતૃને પાણી પીવડાવવા બાબતે થયેલી બોલાચાલીનો ખાર રાખી બે પરિવારોએ એક બીજા પર સશષા હુમલો કરતાં ત્રણને ઇજા પહોંચતા સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં.
જાણવા મળ્યા મુજબ ખોડાસર ગામે રહેતો નટુભાઇ વેલશીભાઇ માથાસુરીયા (ઉ.વ.૪૦) સાંજે ગામમાં હતો ત્યારે ભયલુ, ધીરૂ, વીરો, ધનો સહિતનાએ કુહાડાથી હુમલો કરતાં ગંભીર ઇજા થઇ હતી. સામા પક્ષે તેના સાળા ભયલુ ધીરૂભાઇ મંદુરીયા (ઉ.વ.૨૨)ને પણ ઇજા થઇ હતી. તે પોતાના પર હરેશ, જગો, રાહુલ સહિતે લાકડીથી હુમલો કર્યાની ફરિયાદ સાથે રાજકોટ દાખલ થયો હતો.
આ ઉપરાંત ખોડાસરનો જ રાહુલ જગાભાઇ મંદુરીયા (ઉ.વ.૨૧) પણ પોતાના પર ભયલુ, વીરો, ધનો સહિતનાએ કુહાડીથી હુમલો કર્યાની રાવ સાથે સારવાર માટે રાજકોટ દાખલ થતાં હોસ્પિટલ ચોકીના રામશીભાઇ, ચંદ્રસિંહ, તોૈફિકભાઇ, ધર્મેન્દ્રભાઇ, ભગીરથસિંહે વિસાવદર પોલીસને જાણ કરી હતી. હોસ્પિટલના બિછાનેથી નટુએ કહ્યું હતું કે હું ખેત મજૂરી કરી ગુજરાન ચલાવુ છું. અમે તાજેતરમાં પ્રાંચી વેરાવળ ખાતે પિતૃ કાર્ય કર્યુ હતું. તે વખતે કુટુંબીઓ વચ્ચે મનદુઃખ હોઇ અમે તેના પિતૃને પાણી નહિ પીવડાવતાં બોલાચાલી થઇ હતી. તેનો ખાર રાખી ગામમાં ફરી માથાકુટ કરવામાં આવી હતી અને એક બીજા પર હુમલો થયો હતો. વિસાવદર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. (૧૪.૫)
(12:19 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
