News of Wednesday, 9th April 2025
પોલીસને બાતમી આપે છે કહી મોરબીમાં વિશ્વાસ પાટડીયા પર ધોકા-લાદીથી હુમલો
પડોશમાં રહેતાં જયદિપ, જયશ્રી, અમિતે ફટકારતાં રાજકોટ ખસેડાયો

રાજકોટ તા. ૯: મોરબીમાં યમુનાનગરમાં રહેતાં વિશ્વાસ કાનજીભાઇ પાટડીયા (ઉ.વ.૩૦) નામના યુવાન પર તે ઘર પાસે હતો ત્યારે જયદિપ, જયશ્રી, અમિત અને અજાણ્યાએ હુમલો કરી માર મારતાં મોરબી સારવાર અપાવી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો છે.
વિશ્વાસે જણાવ્યું હતું કે તે સિરામીકમાં નોકરી કરે છે. પોતે ઘર પાસે હતો ત્યારે પડોશીઓએ લાદી અને ધોકાથી હુમલો કરી ગાળો દીધી હતી. પોતે પોલીસને બાતમી આપી દે છે તેવો આરોપ મુકીને આ લોકોએ હુમલો કર્યો હતો.
હુમલો કરનારા ગેરકાનુની પ્રવૃતિ કરતાં હોવાનો આક્ષેપ પણ તેણે કર્યો હતો. હોસ્પિટલ ચોકીના રામશીભાઇ, ચંદ્રસિંહ, તોૈફિકભાઇ, ધર્મેન્દ્રભાઇ, ભગીરથસિંહે મોરબી બી-ડિવીઝનને જાણ કરતાં નિવેદન-ફયિરાદ નોંધવા તજવીજ કરવામાં આવી હતી. (૧૪.૫)
(11:37 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
