<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 8th April 2025

ટંકારામાં દબાણ હટાવ ઝૂંબેશ

ટ્રાફિક અને રાહદારીઓને અડચણરૂપ દબાણો દૂર કરવા કામગીરી

(જયેશ ભટ્ટ દ્વારા) ટંકારા, તા.૮: ટંકારા નગરપાલિકા દ્વારા ટંકારા શહેરની લતીપર ચોકડી અને ખિજડીયા ચોકડી નજીક ખડકાયેલ દબાણો હટાવવાની કામગીરી હાથ ધરી હતી. જેમાં ૧૫૦ કરતા વધુ દબાણ કરતાને નોટિસ આપ્‍યા બાદ ચિફ ઓફિસર શ્રી ગિરીશ સરૈયા નગરપાલિકા વહિવટદાર અને ટંકારા મામલતદાર શ્રી ગોર ટંકારા પોલીસ ઈન્‍સ્‍પેક્‍ટર કે એમ છાસિયા આર એન્‍ડ બી વિભાગ ફિલ્‍ડમાં ૬ જીસીબી ૪ ટેકટર સાથે નગરપાલિકા ટિમ સવારથી દબાણ હટાવવાની કામગીરી ચાલુ હતી. જેમાં કાયમી દબાણ નાની મોટી કેબીનો સોપિગ આગળના છાપરા હટાવી જગ્‍યા ખુલ્લી કરી હતી. આ જગ્‍યા પર રાજકોટ મોરબી રોડ ઉપર શહેરી રોડ નિર્માણ કરવામાં આવશે, જેથી ટ્રાફિક અને આવાગમન સુચારુ વ્‍યવસ્‍થા થશે જાહેર શૌચાલય બનાવવા માટે કામગીરી હાથ ધરવામાં આવશે ઉપરાંત નાના ધંધાર્થી રોજગાર મળી રહે માટે વોકર્સ જોન જાહેર કરી દુકાનદારો તથા રાહદારીઓને અડચણરૂપ ન થાય એવી વ્‍યવસ્‍થા પાલિકા દ્વારા કરવામાં આવશે.

(1:38 PM IST)