તા. ૮ ઓગસ્ટ ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ શ્રાવણ સુદ – ૧૪ શુક્રવાર
News of Wednesday, 2nd April 2025
દેવભૂમિ દ્વારકા જિલ્લાના મહત્વપૂર્ણ સ્થળોને રેડ, યલો અને ગ્રીન ઝોનમાં વિભાજીત કરતું જાહેરનામું પ્રસિદ્ધ કરાયું
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કુલ ૧૨૩ વિસ્તારો પૈકી ૭૨ વિસ્તારોને રેડ ઝોન અને ૫૧ વિસ્તારોને યલો ઝોન જાહેર કરાયા

(કૌશલ સવજાણી દ્વારા)ખંભાળિયા તા.૨ : દેવભૂમિ દ્વારકા જિલ્લાના અધિક જિલ્લા મેજિસ્ટ્રેટશ્રીએ જિલ્લાના કેટલાક ક્રિટીકલ/સ્ટ્રેટેજીકલ મહત્વ ધરાવતા ઈન્સ્ટોલેશન્સવાળા વિસ્તારોની ડ્રોનથી રક્ષણ તેમજ અન્ય સલામતી હેતુથી આ વિસ્તારોને રેડ ઝોન, યલો ઝોન અને ગ્રીન ઝોનમાં વિભાજીત કરતું એક જાહેરનામું પ્રસિધ્ધ કરેલ છે.
આ જાહેરનામા અન્વયે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કુલ ૧૨૩ વિસ્તારો પૈકી ૭૨ વિસ્તારોને રેડ ઝોન અને ૫૧ વિસ્તારોને યલો ઝોન જાહેર કરેલ છે. આ જાહેરનામું તા.૨૯/૦૫/૨૦૨૫ સુધી અમલમાં રહેશે, જેનો ભંગ કરનાર શિક્ષાને પાત્ર થશે.
(3:43 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
