તા. ૧૦ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧ મંગળવાર
News of Wednesday, 2nd April 2025
જૂનાગઢ યાર્ડમાં ફળોની રાણી કેસર કેરીની આવકના શ્રીગણેશ
સીઝનમાં પ્રથમવાર ૪૦ બોક્સની આવક થઈ, ભાવ ૧૨૦૦ થી ૧૮૦૦નો બોલાયો

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ તા. ૨ : જુનાગઢ માર્કેટિંગ યાર્ડમાં મંગળવારે ફળોની રાણી કેસર કેરીની આવકના શ્રીગણેશ થયા હતા સીઝનમાં પ્રથમવાર ૪૦ બોક્સ આવ્યા હતા અને રૂપિયા ૧૨૦૦થી ૧૮૦૦નો ભાવ બોલાવ્યો હતો. ઉનાળાનો પ્રારંભ થતાં જ લોકો કેરીની આતુરતાથી રાહ જોવા લાગે છે. જુનાગઢ શહેરમાં લાલબાગ અને હાફૂસ કેરી મળે છે પરંતુ ગીરની કેસર કેરીની પ્રતીક્ષા કરવામાં આવતી હોય છે. જૂનાગઢ અને ગીર-સોમનાથ જિલ્લામાં કેસર કેરીનું મોટા પ્રમાણમાં ઉત્પાદન થાય છે. આ વખતે આંબામાં મઘીયો રોગે દેખા દેતા સામાન્ય કરતા કેરી થોડી મોડી આવે એવી શકયતા છે. પરંતુ અમુક આગોતરા આંબાઓ પર કેરી આવવા લાગી છે.
મંગળવારે જૂનાગઢ માર્કેટિંગ યાર્ડમા સૌઙ્ઘથમ કેસર કેરીની આવક થઈ હતી. ગીર પંથકમાંથી કેસર કેરીના ૪૦ બોક્સ વેચાવા માટે આવ્યા હતા અને ૧૦ કિલોના બોક્સનું રૂા. ૧૨૦૦થી ૧૮૦૦ રૂપીયા લેખે વેચાણ થયુ હતું. આ વર્ષે કેસર કેરીનું સમયસર જ આગમન થયું છે. જોકે, નિયમીત કેરીની આવક થતા હજુ બે અઠવાડિયા લાગે તેવી શકયતા છે. જેમ જેમ ગરમી વધશે તેમ તેમ આગામી દિવસોમાં કેસર કેરીની આવક વધશે તેવું અનુમાન વેપારીઓએ લગાવ્યું હતું.
(1:42 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
