<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 2nd April 2025

ધોરાજીમાં પ્રેમ લગ્નના ખારમાં યુવક પર જીવલેણ હુમલો: સાળા સહિતના સાત શખ્સો પાઈપ વડે તૂટી પડ્યા

યુવકે એક વર્ષ પહેલાં પ્રેમ લગ્ન કર્યા હતા અને પછી અમદાવાદમાં સ્થાયી થયો હતો. ઈદના તહેવાર નિમિત્તે, તે ધોરાજીમાં તેના પરિવારને મળવા આવતા હુમલો

ધોરાજીમાં પ્રેમ લગ્નના ખારમાં યુવક પર જીવલેણ હુમલો કરાયો હતો

અરફાદ અફઝલભાઇ ચડીયાતા નામના યુવકે એક વર્ષ પહેલાં પ્રેમ લગ્ન કર્યા હતા અને તે પછી અમદાવાદમાં સ્થાયી થયો હતો. ઈદના તહેવાર નિમિત્તે, તે ધોરાજીમાં તેના પરિવારને મળવા ગયો હતો. મોડી રાત્રે, તેના સાળા સહિતના સાત શખ્સોએ પાઈપ વડે તેના પર જીવલેણ હુમલો કર્યો હતો. હુમલામાં અરફાદ બેભાન થઈ ગયો હતો અને તેને સારવાર માટે જૂનાગઢની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.

 

આ ઘટના અંગે અરફાદભાઈએ ધોરાજી સીટી પોલીસ સ્ટેશનમાં સાત આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. પોલીસે આ મામલે ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે. ફરિયાદમાં જણાવ્યા અનુસાર, અરફાદે એક વર્ષ પહેલાં તેમના પરિવારની વિરુદ્ધ જઈને પ્રેમ લગ્ન કર્યા હતા, જેના કારણે તેમના પરિવારના સભ્યો તેમના પર ગુસ્સે હતા. આ ગુસ્સાના કારણે જ તેમના સાળા સહિતના સાત શખ્સોએ તેના પર હુમલો કર્યો હતો. આ ઘટનાએ ધોરાજીમાં ચકચાર મચાવી દીધી છે. પોલીસે આરોપીઓની ધરપકડ કરવા માટે તપાસ તેજ કરી છે.

(1:37 PM IST)