<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 2nd April 2025

મોરબી નજીક અકસ્‍માતમાં બે યુવકોના મોત

ઘુંટુ રોડ ઉપર કાળમુખા ટ્રેલરે બાઇકને ઉલાળતા સાવન પાટડીયા (ઉ.વ. ૧૮)નું ઘટના સ્‍થળે તથા યશ માજુસા (ઉ.વ.૨૯)નું રાજકોટ સારવારમાં મોત

 મોરબીઃ તા. ૨: મોરબીમાં મંગળવારે સાંજના સમયે ઘુંટુ રોડ ઉપર કાળમુખા ટ્રક ટ્રેલર ચાલકે બાઈકને હડફેટે લેતા બાઈક ચાલક યુવાનનું ઘટના સ્‍થળે જ મળત્‍યુ નીપજ્‍યું હતું. જ્‍યારે બાઈક પાછળ બેઠેલા યુવાનને ગંભીર ઈજાઓ પહોંચતા પ્રથમ મોરબી બાદ રાજકોટ સિવિલમાં ખસેડવામાં આવ્‍યા સારવાર દરમિયાન મળત્‍યુ નિપજ્‍યુ હતું.

બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબીના ઘુંટુ રોડ ઉપર સાંજના સમયે બાઈક લઈને જઈ રહેલા ઈન્‍દિરાનગર વિસ્‍તારમાં રહેતા સાવન મામજીભાઈ પાટડીયા ઉ.૧૮ તેમજ યશ રમેશભાઈ માજુસા ઉ.૨૧ નામના યુવાનના બાઇકને ટ્રક ટ્રેલર ચાલકે હડફેટે લેતા સાવનનું ઘટનાસ્‍થળે જ મળત્‍યુ નીપજ્‍યું હતું. જ્‍યારે યશને પ્રથમ મોરબી સિવિલ બાદ વધુ સારવાર માટે રાજકોટ સિવિલમાં ખસેડવામાં આવતા સારવાર દરમિયાન મળત્‍યુ નીપજ્‍યું હતું. બનાવ અંગે સીટી બી ડિવિઝન પોલીસે ગુન્‍હો નોંધવા તજવીજ શરૂ ક૨ી છે.

(1:16 PM IST)