તા. ૧૦ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧ મંગળવાર
News of Wednesday, 2nd April 2025
ચુડા-બોરાણા રોડ ઉપર અકસ્માતમાં મહિલાનું મોત : ૩ને ઇજા

(ફઝલ ચૌહાણ દ્વારા) વઢવાણ, તા.૨: ચુડા-બોરાણા રોડ પર ડમ્પર અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં કારમાં સવાર મહિલાનું મોત થયું હતું જ્યારે ૩ લોકોને ઈજા પહોંચી હતી. વઢવાણ રાવળવાસમાં રહેતાં સાગરભાઈ મેરામભાઈ રાઠોડ તેમના મોટા બહેન ગીતાબેન સોલંકી, ભાણેજ અશ્વિન અને ભાણી માધવી કાર લઈને મોટી વાવડી ગામે માતાજીના માંડવામાં જઈ રહ્યા હતા. ચુડા-બોરાણા રોડ પર માતેલા સાંઢની ઝડપે આવી રહેલા ડમ્પરે તેમની કારને ટક્કર મારતાં અકસ્માત સર્જાયો હતો. અકસ્માત સર્જી ડમ્પર ચાલક નાસી ગયો હતો. કારમાં સવાર ચારેય લોકોને ઈજા પહોંચી હતી. ઘાયલોને સારવાર અર્થે ચુડા આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડાયા હતા. ઈજાગ્રસ્તોને વધુ સારવાર માટે સુરેન્દ્રનગર ખસેડ્યા. સારવાર દરમિયાન ગીતાબેનનું મળત્યુ થયું હતું. ચુડા પોલીસ મથકે ડમ્પર ચાલક સામે ફરિયાદ નોંધાવાઈ છે.
(1:15 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
