<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 2nd April 2025

ગોંડલમાં ખેડૂત ઉપર છ રાઉન્ડ ફાયરિંગ : ડરાવી ધમકી આપી :જૂનાગઢના એક શખ્શની ધરપકડ

ખેડૂતનું મકાન વેચવા અને ભરડીયા માટે જમીન ખરીદ કરવાના નામે ખેડૂતને મોટી રકમ કમાવવાની લાલચ આપી જૂનાગઢ, વીરપુર, મોણપર અને સુરતની ચીટર ટોળકીએ ખેડૂત પાસેથી રૂપિયા 50 લાખ પડાવી લઇ છેતરપિંડી કરી

 

   ફોટો firing  નોટિફિકેશન

ગોંડલના તક્ષશિલા સોસાયટીમાં રહેતા મહેશભાઈ છગનભાઈ કોટડીયા ખેડૂતનું મકાન વેચવા અને ભરડીયા માટે જમીન ખરીદ કરવાના નામે ખેડૂતને મોટી રકમ કમાવવાની લાલચ આપી જૂનાગઢ, વીરપુર, મોણપર અને સુરતની ચીટર ટોળકીએ ખેડૂત પાસેથી રૂપિયા 50 લાખ પડાવી લઇ છેતરપિંડી કરી હતી. ખેડૂત ઉપર છ રાઉન્ડ ફાયરિંગ કરી ખેડૂતને ડરાવી ધમકી આપી હતી. આ મામલે ગોંડલ સીટી બી-ડીવીઝન પોલીસમાં ચાર શખ્સો સામે ગુનો નોંધાયો છે. જેમાં જૂનાગઢના શખ્સની પોલીસે ધરપકડ કરી હતી.

 

નોંધાવેલી ફરિયાદમાં વીરપુરના કરણ ઠુંગા, જૂનાગઢના દિવ્યેશ ભીમશી ભાઈ બારડ, જેતપુર પાસે મોણપરના પ્રતાપ જીલુભાઈ ધાધલ અને સુરતના રુપેશ શાતાકભાઈ નાઢાંનું નામ આપ્યું છે. ફરિયાદમાં જણાવ્યા મુજબ મહેશભાઈ ખેતીકામ કરે છે તેમના પત્નીના નામનુ ભોજરાજપરામાં મકાન આવેલ હોય જે મકાન વેચવાનું હોય તેથી ત્યાં બોર્ડ મારેલું હતું.

 

પોતાની સાથે ખોટું થયેલનુ જણાતા મહેશભાઈ અને તેમનો પુત્ર દીકરો લખન મોણપર ગામે પ્રતાપભાઈને મળેલ અને કહેલ કે અમારી સાથે કોઇ રમત થાય છે અને ચીટીંગ થયેલ છે. અને અમારે આ સોદો રદ કરવો છે અને તમે અમારા પચાસ લાખ પુરા પૈસા પરત આપો જેથી પ્રતાપે કહેલ કે પૈસા બૈસા કાઈ નહી મળે અને સાટાખત થયેલ છે જેથી  મને મકાનની ચાવી આપી તેમ કહી પ્રતાપે પિતા પુત્રને ડરાવવા  બંદૂક માંથી 6 રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. આ મામલે અંતે મહેશભાઈએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. જેમાં પોલીસે દિવ્યેશની ધરપકડ કરી છે.

(1:57 PM IST)