<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 2nd April 2025

બગસરામાં દબાણ કરતા શખ્‍સ ઉપર કાર્યવાહી બાયપાસ પાસે હોટલો ઉપર ડિમોલિશન

 

(સમીર વિરાણી દ્વારા) બગસરા, તા.૨: બગસરામાં પોલીસ દ્વારા અનેક ગુનાઓમાં સંડોવાયેલા એવા હિસ્‍ટ્રી સીટર મહંમદ ઉર્ફે વાંદરી ઓસમાણ કાળવાતર જે અનેક ગુનાઓમાં ચંડોવાયેલા હોવાને લીધે પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી છે ત્‍યારે જિલ્લા પોલીસ દ્વારા ૧૧૩ અસામાજિક તત્‍વોની યાદી તૈયાર કરવામાં આવી છે આવા લોકો ઉપર કાયદેસરની કાર્યવાહી કરી વીજ જોડાણ તેમજ ડિમોલેશન કરવામાં આવે તેવી સૂચના આપવામાં આવેલી છે એ અનુસંધાને બગસરા પોલીસ દ્વારા પણ સાત યાદી તૈયાર કરવામાં આવી હતી જેમાં પોલીસ દ્વારા વીજ જોડાણ તેમજ સરકારી જગ્‍યા ઉપર દબાણ કરેલી બેઠેલા અસામાજિક તત્‍વો ઉપર બુલડોઝર ફેરવી દીધેલ હતું  નગરપાલિકાને સાથે રાખી કામગીરી કરવામાં આવી હતી જ્‍યારે આ ઉપરાંત બીજી જગ્‍યાએ થોડા સમય પહેલા બગસરામાં બાયપાસ પર આવેલા વેપારીઓ દ્વારા દબાણ કરવામાં આવેલું હતું જે પૈકી ત્રણ દિવસની કાર્યવાહી કરેલી હતી જેના પગલે ડિમોલેશનની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.જેમાં સખી હોટલ પાલિકા. દ્વારા ડિમોલિશન કરવામાં આવેલ હતું  જેતપુર બાયપાસ થી નદી પરના પુલ સુધી સરકારી જમીન ગેરકાયદેસર દબાણ કરેલ હોય જેને ટૂંક સમયમાં જ દબાણ દૂર કરવા માટે તંત્ર ની તૈયારીઓ ચાલી રહી છે.

(12:06 PM IST)