તા. ૧૦ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧ મંગળવાર
News of Wednesday, 2nd April 2025
વાંકાનેરમાં હઝરત શાહબાવાનો ઉર્ષ ધામધૂમથી ઉજવાયો

(મહમદ રાઠોડ દ્વારા) વાંકાનેર, તા. રઃ વાંકાનેરમાં હઝરત શાહબાવા-મલંગનો વાર્ષીક ઉર્ષ ધામધૂમથી ઉજવાયો હતો. મંગળવારે સવારે ૧૦ વાગ્યે શાહબાવા મલંગ ના ઐતીહાસિક ધોકો યાને અશા મુબારક તથા શાહબાવા (રહે.) ના ગાદી તકીયા સાથે ઝુલુસ પ્રથમ હઝરત જોરાવરપીર દરગાહ શરીફે ચાદર ચઢાવી પ્રસ્થાન કરાયેલ આ શાનદાર ઝુલુસ રસાલા રોડથી ગ્રીનચોક, બજાર રોડ થઇ ચાવડી ચોક, મારર્કેટ ચોક, પ્રતાપચોક થી આ ઝુલુસ રામચોક ખાતે આવેલ શાહબાવા મઝાર શરીફ ના ઐતીહાસિક બે મીનારાઓ સ્થિત દરગાહ શરીફે પહોંચી ત્યાં પ્રથમ પૂર્વ ધારાસભ્ય જાવેદભાઇ પીરઝાદા એ ચાદર ચઢાવી હતી. બાદમાં હઝારો લોકો - અકિદતમંદોની હાજરીમાં હઝરત મહંમદ શાબાવા ને પીર સૈયદ ખુરશીદ હૈદર પીરઝાદા ના નાયબ શહેજાદા શકીલ એહમદ પીરઝાદા તથા શાહબાવા ટ્રસ્ટના ડાયરેકટર મહંમદભાઇ રાઠોડ, બશીર મીયાં કાદરી, મહંમદ હનીફ પરમાર, હબીંબભાઇ કડીવાર તેમજ શહીદો કે દિવાને ગૃપના ઇશાભાઇ રસોયા અને શહેર તથા તાલુકાભરના યુવાનો સાથે ચંદ્રપુર, રાતીદેવરી, અમરસર, પાંચ દ્વારકા, અરણીટીંબા સહિત ના ગામોથી મોટી સંખ્યામાં અકીદતમંદો એ આ પ્રસંગે હાજરી આપી ને ફૈઝ હાંસીલ કરેલ. રાત્રે ૧૦ વાગ્યે પીર સૈયદ ખુરશીદ હૈદર પીરઝાદા ના બે શાહેબજાદા પીરે તરીકત શાઇર એહમદ પીરઝાદા તથા શકીલ એહમદ પીરઝાદા તેમજ સૈયદ મંજુર હુશેનના પૌત્ર એ શાહબાવા ના મઝાર શરીફ ખાતે સંદલ ની રસમ અદા કરાવી હતી, અત્રે ઉલ્લેખનીય છે કે, ઉર્ષના આ ઝુલુસ માં ઢોલ-ત્રાસા-ડીજે ની ધૂમ સાથે લોકોની હાજરી ગત વર્ષથી વિશેષ જોવા મળી હતી.(તસ્વીર-અહેવાલ-મહમદ રાઠોડ-વાંકાનેર)
(11:59 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
