<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 2nd April 2025

કચ્‍છ હાઇવે ઉપર ડમ્‍પર આગમાં ભસ્‍મીભૂત : ચારેકોર ધુમાડાના ગોટેગોટા : જુઓ વિડિઓ

 

રાજકોટ, તા., રઃ કચ્‍છ હાઇવે ઉપર આજે બપોરે ટ્રકમાં અચાનક આગ ભભૂકી ઉઠતા ટ્રક આગમાં ભસ્‍મીભૂત થઇ ગયો હતો.

પ્રાપ્ત માહીતી મુજબ કચ્‍છ હાઇવે ઉપર સામખીયાળીથી  ૧૦  કી.મી. દુર એક ડમ્‍પરમાં અચાનક આગ ભભૂકી ઉઠતા ધુમાડાના ગોટેગોટા જોવા મળ્‍યા હતા. ચારે બાજુ ધુમાડા છવાઇ ગયા હતા.

ડ્રાઇવરને પુછતા આગ કેવી રીતે લાગી  તે ખબર ન હતી. પરંતુ ધુમાડા નિકળતા જ ડ્રાઇવર અને કલીનર ટ્રકમાંથી નીચે આવી ગયા હતા. જેથી જાનહાની અટકી હતી. થોડીવારમાં ટ્રક આગમાં ભસ્‍મીભૂત થઇ ગયો હતો. (તસ્‍વીરઃ અહેવાલઃ રસીક સાગઠીયા-અકિલા -રાજકોટ) (૪.૧૦)

(11:31 AM IST)