<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 2nd April 2025

કાલે જામજોધપુરના શેઠવડાળામાં ભવ્‍ય લોકડાયરો

શિવરાજ વાળા, દેવલ મહેતા સહિતના કલાકારો જમાવટ કરશે

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ તા. ર :.. જામજોધપુરના શેઠ વડાળા ગામે સ્‍વ. વિઠ્ઠલભાઇ ગોરધનભાઇ જોષી તથા સ્‍વ. મોહનભાઇ ગોરધનભાઇ જોષી અને સ્‍વ. ડાયાભાઇ ગોરધનભાઇ જોષી પરિવાર દ્વારા  પટેલ સમાજ ખાતે સર્વ પિતૃઓના મોક્ષાર્થે પૂ. ભાઇશ્રી રમેશભાઇ ઓઝાના કૃપા પાત્ર શિષ્‍ય ભાગવતચાર્ય પ્રકાશભાઇ પી. જોષી (શેઠવડાળા વાળા)ના વ્‍યાસાસને શ્રીમદ્‌્‌ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ ચાલી રહ્યો છે.

જેમાં દરરોજ સવારે ૯ થી ૧ર અને બપોર ૩-૩૦ થી ૬-૩૦ શ્રોતાઓ કથા શ્રવણનો લાભ લઇ રહ્યા છે. આજે સાંજે કથામાં શ્રી નૃસિંહ પ્રાગટયની ઉજવણી કરવામાં આવેલ. આવતીકાલે ગુરૂવારે સવારના સત્રમાં વામન પ્રાગટય બપોરે રામજન્‍મોત્‍સવ અને સાંજે ૬ કલાકે કૃષ્‍ણ જન્‍મોત્‍સવ, નંદ મહોત્‍સ્‍વ, ઉજવવામાં આવશે. અને રાત્રે જુનાગઢના યુવા લોકસાહિત્‍યકાર શિવરાજભાઇ વાળા તથા દેવલ મહેતા, ડાયરામાં જમાવટ કરશે.

આ તકે ધુનડાના પૂ. જેન્‍તિરામબાપા અને રાજગોર સમાજના અને જોષી પરિવારના સદસ્‍યો અને ગ્રામજનો ઉપસ્‍થિત રહી ડાયરાની મોજ માણશે. અને તા. પને શનિવારના રોજ જુનાગઢના યુવા લોકગાયક મયુર દવે પોતાની કલારસ પિરસસે. અને રવિવારે બપોરે સુદામા ચરિત્ર પરિક્ષીત મોક્ષ સાથે કથા વિરામ લેશે.

આ કથાનો લાભ લેવા જોષી પરિવારના ઉમીયાશંકરભાઇ, જગદીશભાઇ, કમલેશભાઇ, મુકેશભાઇ તથા ભરતભાઇ મોહનભાઇ જોષીએ જાહેર નિમંત્રણ પાઠવ્‍યું છે. (પ-૭)

(10:33 AM IST)