તા. ૧૦ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧ મંગળવાર
News of Wednesday, 2nd April 2025
પાળીયાદમાં રવિવારથી ખાચર પરિવાર દ્વારા શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ
૧૦૦૮ મહામંડલેશ્વર મહંત પૂ. નિર્મળાબા શ્રી વિસામણબાપુની જગ્યાના આર્શિવાદથી : વ્યાસાસને ધુધરાળાના કથાકાર શાસ્ત્રી દિપકભાઇ મહેતાઃ વિવિધ પ્રસંગો ધામધુમથી ઉજવાશે

રાજકોટ, તા.૨: પાળીયાદમાં વિંછીયા રોડ ઉપર આવેલ સૂર્યદિપ પેટ્રોલિયમ પાસે ખાચર પરિવારના આંગણે તા.:૬ થી તા. ૧૨ એપ્રિલ સુધી શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનું ઘુધરાળા નિવાસી કથાકાર શાસ્ત્રી દિપકભાઇ પ્રભાશંકરભાઇ મહેતાના વ્યાસાસને આયોજન કરવામાં આવ્યું જેમાં વિવિધ પ્રસંગો ધામધુમથી ઉજવાશે. જણાવે છે કે કુળદેવી શ્રી ચામુંડા માતાજી તથા ઇષ્ટદેવ સૂર્યનારાયણ દેવ અને વડીલોના આશીર્વાદ તથા પિતૃઓની કૃપાથી તથા સ્વ. દરબાર શ્રી જીલુબાપુની ભુરાબાપુ ખાચરને શ્રધ્ધાંજલી અર્પવા શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનું આયોજન ખાચર પરિવારમાં સૂર્યદિપ પેટ્રોલિયમ પાસે વિછીંયા રોડ મુકામે પાળીયાદ તારીખ ૩/૪/૨૫ થી તારીખ ૧૨/૪૨૫ સુધી કથા વકતા ધુધરાળા નિવાસી શ્રી દીપકભાઇ પ્રભાશંકરભાઇ મહેતાના કંઠે કરાવાશે.
આ સમયે પરમ પૂજય શ્રી ૧૦૦૮ મહામંડલેશ્વર મહંત નિર્મળાબા શ્રી વિસામણબાપુની જગ્યા પાળીયાદના આશીર્વાદ લઇ પ્રારંભ કરાવવામાં આવશે.
શ્રીમદ ભાગવત સપ્તાહના પાવન પ્રસંગોમાં તા. ૬/૪ ના પોથીયાત્રા, ૮/૪ ના નૃસિંહ અવતાર, ૯/૪ ના શ્રીવામન અવતાર, શ્રી રામ અવતાર તથા શ્રીકૃષ્ણ જન્મોત્સવ, ૧૦/૪ ના શ્રી ગોવર્ધન પૂજા, ૧૧/૪ ના શ્રી રૂક્ષ્મણી વિવાહ તેમજ દરરોજ કથા સમય ૮:૩૦ થી ૧૧:૩૦ અને બપોરે ૩:૩૦ થી ૬:૩૦ તેમજ પ્રસાદ દરરોજ બપોરે ૧૨ કલાકે અને સાંજે ૭ કલાકે રાખવામાં આવેલ છે. સર્વે કથા રસીકોને સૂર્યદીપ પેટ્રોલિયમ પાળીયાદ, સૂર્યદીપ પેટ્રોલિયમ આટકોટ અને સૂર્યદિપ પેટ્રોલિયમ ખાંભા દ્વારા ભાવપૂર્વક આમંત્રણ પાઠવાયુ છે.
વધુ વિગત માટે - કાઠી દરબાર અગ્રણી સ્વ. દરબાર જીલુબાપુ ભુરાબાપુ ખાચરના પરિવારજનો દિપભાઇ જીલુબાપુ ખાચર અલ્કેશભાઇ જીલુબાપુ ખાચર ( ૯૯૭૯૯ ૮૮૧૧૧, ૮૮૬૬૨ ૮૮૧૧૧) ઉપર સંપર્ક કરવા જણાવ્યું છે. (૩.૩)
(10:32 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
