તા. ૧૦ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧ મંગળવાર
News of Wednesday, 2nd April 2025
મુંદ્રામાં વિશ્વના સૌથી મોટા કચ્છ કોપર સ્મેલ્ટરનું કાઉન્ટડાઉન શરૂઃ અદાણી ગ્રુપનું વાર્ષિક ૧૦ લાખ ટન સુધી તાંબાનું ઉત્પાદન કરવાનું લક્ષ્ય
દેશમાં તાંબાની આયાત ઘટાડી આત્મનિર્ભર બનાવવાની દિશા તરફ કદમઃ આગામી અઠવાડિયાઓમાં કોપર સ્મેલ્ટરનું કામકાજ શરૂ થતાં મુન્દ્રા સ્થિત કોપર સ્મેલ્ટર વિશ્વના સિંગલ લોકેશન સૌથી મોટા સ્મેલ્ટરમાંનું એક બનશે

(વિનોદ ગાલા દ્વારા) ભુજ, તા.૨: અદાણી જૂથની ફલેગશીપ કંપની અદાણી એન્ટરપ્રાઈઝ હેઠળની કચ્છ કોપર લિમિટેડનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે! આગામી અઠવાડિયાઓમાં કોપર સ્મેલ્ટરનું કામકાજ શરૂ થતાં મુન્દ્રા સ્થિત કોપર સ્મેલ્ટર વિશ્વના સિંગલ લોકેશન સૌથી મોટા સ્મેલ્ટરમાંનું એક બનશે. આ પ્રોજેક્ટ અંતર્ગત કોપર વિસ્તરણ ખર્ચ આશરે $૭૦૦-૮૦૦ મિલિયન થવાની ધારણા છે, જે યુનિટનો કુલ ખર્ચ આશરે ઼૨ બિલિયન સુધી થશે.
કચ્છ કોપર હાલમાં લેટિન અમેરિકન દેશોમાંથી તેના કોપર કોન્સન્ટ્રેટનું ર્સોસિંગ કરશે પરંતુ કોન્સન્ટ્રેટ માટે વધારાનાસ્ત્રોતોનો ઉપયોગ કરવા માટે ઓસ્ટ્રેલિયા અને આફ્રિકાના સપ્લાયર્સ સાથે પણ ચર્ચા-વિચારણા જારી છે. નજીકના ક્વાર્ટરમાં અપેક્ષિત ૫,૦૦,૦૦૦ ટન યુનિટ પહોંચ્યા બાદ તેની ક્ષમતા વધારીને દસ લાખ ટન કરવામાં આવશે.
વિશ્લેષકોના મતે આગામી નાણાકીય વર્ષ દરમિયાન સંપૂર્ણ વળદ્ધિની ધારણા રાખીને કોપર સ્મેલ્ટર કામગીરી વાર્ષિક ધોરણે $૨૫૦-૩૦૦ મિલિયનની રેન્જમાં વ્યાજ, કર, ઘસારો અને એમોર્ટાઇઝેશન (EBITDA) પહેલાં કમાણી કરી શકે છે. કચ્છ કોપર સંપૂર્ણપણે અદાણી ગ્રુપની ઇન્કયુબેટર અદાણી એન્ટરપ્રાઇઝિસની માલિકીની કંપની છે. એકવાર તે શરૂ થયા બાદ ભારતની તાંબાની આયાતમાં મોટા પાયે ઘટાડો થવાની અપેક્ષા છે.
ઉત્પાદિત તાંબાના લગભગ ૪૦% ભાગનો ઉપયોગ અદાણી ગ્રુપના કેપ્ટિવ હેતુઓ માટે કરવામાં આવશે જેમાં નવીનીકરણીય ઉર્જા અને ટ્રાન્સમિશન વ્યવસાયોનો સમાવેશ થાય છે. તાંબાનો ઉપયોગ અદાણી ગ્રુપના વાયર અને કેબલ વ્યવસાયમાં પણ થશે જેની તાજેતરમાં શરૂઆત કરવામાં આવી છે.
સ્મેલ્ટર માટેનો બીજો તબક્કો પ્રારંભિક ૫,૦૦,૦૦૦ ટન થાય બાદ જ શરૂ થશે, તે હાલની કામગીરીમાંથી ઉદ્વવેલા રોકડ પ્રવાહનો ઉપયોગ કરે તેવી શકયતા છે. ભારતમાં, રિફાઇન્ડ કોપરની માંગ દર ક્વાર્ટરમાં ૨,૦૧,૦૦૦-૨,૧૮,૦૦૦ ટન વચ્ચે રહી છે, જેમાં ઓછામાં ઓછી એક ચતુર્થાંશ માંગ આયાત દ્વારા પૂરી કરવામાં આવે છે.
ભારત તાંબાનો આયાતકાર દેશ છે અને તેની પાસે તાંબાના અયસ્કના ખૂબ જ મર્યાદિત સંસાધનો છે. ભારતનો માથાદીઠ તાંબાનો વપરાશ આશરે ૦.૬-કિલો છે. ૨૦૩૦ સુધીમાં સ્થાનિક તાંબાની માંગ બમણી થવાની ધારણા છે. તેવામાં કચ્છ કોપર દેશને આત્મનિર્ભરતા તરફ લઈ જવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે
(3:58 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
