<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 18th March 2025

ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં કેસર કેરી અને હાફુસ કેરીની આવક : જાણો શું હતો આજનો ભાવ

કાચી અને પાકી કેરીનો ભાવ શું છે અને કેટલી આવક થઈ

ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં આજે કેસર કેરી અને હાફુસ કેરીની આવક થઈ છે. આવો જોઈએ તેનો કાચી અને પાકી કેરીનો ભાવ શું છે અને કેટલી આવક થઈ છે.

ગોંડલ યાર્ડમાં આજે કેસર કેરીના 10 કિલો બોક્સનો ભાવ 2700 થી 2750 રૂપિયા રહ્યો હતો.

ગોંડલ યાર્ડમાં આજે હાફુસ કેરીના 10 કિલો બોક્સનો ભાવ 2000 થી 2500 રૂપિયા રહ્યો હતો.

ગોંડલ યાર્ડમાં કેસર કેરીના 10 બોક્સની આવક થઈ હતી.

ગોંડલ યાર્ડમાં હાફુસ કેરીના 1 બોક્સની આવક થઈ હતી.

કાચી કેરીની વાત કરીએ તો ગોંડલ યાર્ડમાં કાચી કેરીનો ભાવ 20 કિલોનો 1000થી 2000 રહ્યો હતો. ગોંડલ યાર્ડમાં કુલ 572 બોક્સ કાચી કેરીની આવક થઈ હતી. રાજકોટ યાર્ડમાં 50 ક્વિન્ટલ કાચી કેરીની આવક થઈ હતી. જેનો ભાવ 1000 થી 1200 બોલાયો હતો.

(7:20 PM IST)