<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 17th March 2025

મોરબીમાં ઓફિસની ગેલેરીમાં સુવા મુદે જેઠીગીરી ગોસાઇની હત્‍યા કરનારા ૩ ઝડપાયા

મુસ્‍તાક ઉર્ફે કાળો ઓસમાણભાઇ મિયાણા, જાકીર બચુભાઇ સંધી અને ઇકબાલ હૈદર જેડા પાસે ઘટનાનું રિકન્‍સ્‍ટ્રકશન કરાવાયુ

(પ્રવિણ વ્‍યાસ દ્વારા) મોરબી, તા. ૧૭: મોરબી શહેરના ત્રાજપર ચોકડી નજીક ગઈકાલે રાત્રીના સમયે ટ્રાન્‍સપોર્ટની ઓફીસ બહાર ગેલેરીમાં સુવાની ના પાડનાર વળદ્ધ જેઠીગીરી અમરગીરી ગોસાઈની ત્રણ લુખ્‍ખા તત્‍વોએ આડેધડ છરીના ઘા ઝીકી મોતને ઘાટ ઉતારી દેતા પોલીસે ત્રણેયને ઝડપી લઈ બનાવ સ્‍થળે લઈ જઈને ઘટનાનું રિકન્‍સ્‍ટ્રકશન કરાવ્‍યું હતું.

પ્રાપ્ત વિગતો અનુસાર ત્રાજપર ચોકડી પાસેના કોમર્શિયલ કોમ્‍પ્‍લેક્ષમાં જેઠીગીરી અમરગીરી ગોસાઈ ઉ.વ.૬૫ ઓફિસે હતા. ત્‍યારે મુસ્‍તાક ઉર્ફે કાળો ઓસમાણભાઈ મિયાણા રહે.ખીરઇ તા.માળીયા મિયાણા, આરોપી જાકિર બચુભાઇ સંધી રહે. ત્રાજપર ખારી અને આરોપી ઇકબાલ હૈદર જેડા રહે.શોભેશ્વર મફતિયાપરાવાળાઓ ઓફિસની બહાર ગેલેરીમાં સુવા માટે આવતા જેઠીગીરીએ સુવાની ના પાડી હતી. બાદમાં રાત્રીના દસેક વાગ્‍યે ત્રણેય શખ્‍સોએ જેઠીગીરીને છરીના ઘા મારી દીધા હતા. તેઓને સારવારમાં ખસેડતા મળત જાહેર કરાયા હતા. હત્‍યાના બનાવ અંગે મળતકના પુત્ર ગિરિરાજગીરી ઉર્ફે સંદીપગીરી જેઠીગીરી ગોસાઈની ફરિયાદને આધારે સીટી બી ડિવિઝન પોલીસે ત્રણ શખ્‍સો વિરુદ્ધ ગુન્‍હો નોંધી તપાસ શરૂ કરી હતી. જે બાદ ત્રણેય શખ્‍સોને પોલીસે પકડી લઈ બનાવ સ્‍થળે લઈ જઈને ઘટનાનું રિકન્‍સ્‍ટ્રકશન પણ કરાવ્‍યું હતુ.

(2:22 PM IST)