News of Monday, 17th March 2025
જામનગર ટેકસ કન્સલ્ટન્ટસ એસોસીએશનના હોદેદારોની નિમણુંક

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર તા.૧૭: જામનગર ટેકસ કન્સલ્ટન્ટસ એસોસિએશનની વાર્ષિક સાધારણ સભા તા.૧૧/૦૩/૨૦૨૫ના રોજ જામનગર ખાતે યોજાઇ ગઇ. જેમાં એસોસિએશનના નાણાંકીય વર્ષ ૨૦૨૫-૨૬ માટેના હોદેદારો તેમજ કારોબારી સભ્યોની સર્વસમંતિથી નિયુકિત થયેલ છે. હોદેદારોમાં, પ્રમુખ તરીકે સીએ નિલયભાઇ પોપટ, ઉપપ્રમુખ તરીકે એડવોકેટ કમલેશભાઇ રૂપારેલ, મંત્રી તરીકે એડવોકેટ હિમાંશુભાઇ અગ્રાવત, સહમંત્રી તરીકે એડવોકેટ પ્રકાશભાઇ ઝવેરી, ખજાનચી તરીકે સીએ કલ્પેશભાઇ ખગ્રામ તેમજ એડવોકેટ પંકજભાઇ વાઘર, એડવોકેટ ચિરાગભાઇ રૂપારેલ, સીએ અંકુરભાઇ દોશી અને એડવોકેટ નિલેશભાઇ પડિયાની કારોબારી સભ્યો તરીકે સર્વાનુમતે નિમણુંક કરવામાં આવેલ છે.
(1:40 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
