<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 17th March 2025

કુંવરજીભાઈ બાવળિયાનો જન્મદિવસ વિવિધ સેવા કાર્યોથી ઉજવાયો :૭૦ મા વર્ષમાં પ્રવેશ

બ્લડ ડોનેશન કેમ્પ, મૂંગા પશુઓઓને નિરણ,પંખીને ચણ,નિરાધાર,વૃદ્ધ અને ઞરીબ પરીવારોને રાશન કીટ અપૅણ સહીત સેવાકીય કાર્યોથી ઉજવણી:સવારથીજ કાર્યકરો,આઞેવાનો,જ્ઞાતિ અગ્રણીઓ અને સામાન્ય લોકો શુભેચ્છા આપવા ઉમટી પડ્યા

(વિજય વસાણી દ્વારા)આટકોટ તા.17  : સમગ્ર રાષ્ટ્ર અને ગુજરાતના કોળી સમાજના આઞેવાન રાજ્ય સરકારના પાણીદાર કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળિયાના જન્મદિને  વિવિધ સામાજિક સેવાકીય કાર્યો થકી ઉજવણી કરવામાં આવી હતી.

કુંવરજીભાઇના વતન વિંછીયાના અમરાપુર શૈક્ષણિક સંકુલ ખાતે ઞઈ કાલે મહારક્તદાન શિબિર, વૃક્ષારોપણ,મુંઞા પશુને નિરણ,પંખીને ચણ,નિરાધાર વૃદ્ધો,ઞરીબ પરીવારોને રાશન કીટ આપી જન્મદિનની ઉજવણી કરવામાં આવી હતી.

જનનાયક,સાદઞી ભર્યુ જીવન,વિરોધીઓના પણ હોશેં હોંશે કામ કરનાર,લોક સેવાની મૂડી કહેવાતા  કુંવરજીભાઇ બાવળિયાએ પોતાની જીવન સાધનાના 69 વર્ષ પુરા કરી 70 માં વર્ષમાં મંગલ પ્રવેશ કર્યો છે  ત્યારે દેશ વિદેશમાં વસતા ગુજરાતીઓનો શુભેચ્છાઓનો ધોધ વહ્યો હતો.

    ધરતીપુત્ર કુંવરજીભાઈને સમાજ માટે કંઈક કરી છુટવાની તમન્ના અને નેમ સાથે બી.એસ.સી.,બી.એડ. સુધીનો અભ્યાસ પૂર્ણ કરી વિજ્ઞાન શિક્ષકની કારકિર્દી પસંદ કરી.

આ વિદ્યાર્થી પ્રિય શિક્ષકની સાથે સાથે લોક સેવાના કાર્યો પણ કરતા હતા.

        વિંછીયાની અજમેરા  હાઈસ્કૂલમાં સફળ વિજ્ઞાન શિક્ષક તરીકે કામગીરી કર્યા પછી રાજકોટની સુવિખ્યાત કડવીબાઇ વિરાણી સ્કૂલમાં સેવા આપી હતી.

ગામડા ગામનાં માણસને સરકારી કામ પડે ત્યારે મુંઝાય ગામમાં ભણેલ ગણેલ માણસને ગોતે આ રીતે ભણેલ અને આગવી કોઠાસૂઝ ધરાવતા કુંવરજીભાઇ વિસ્તારના લોકોની વ્હારે ચઢી ક્યાંક અરજી કરવાની હોય રજૂઆત કરવાની હોય કોઈ વાત સમજાતી ન હોય તો લોકો ગમે ત્યારે કુંવરજીભાઇ પાસે આવે અને સહુને સમાધાન મળે તેવા કામો કરવા લાગ્યા.

કુંવરજીભાઇને આ રીતે જાણે અજાણે સરકારી તંત્ર સાથે પનારો પડ્યો લોકોની વચ્ચે રહીને સમસ્યાઓના મુળ સુઘી પહોંચવાની અને તે સમસ્યા હલ થાય ત્યાં સુધી મંડ્યા રહેવું તે કુંવરજીભાઈનો સ્વભાવ બની રહ્યો લોક સમસ્યાઓને વધુ સારી રીતે વાચા આપવા રાજનીતિમાં આવવાનો તેમનો નિર્ણય પ્રજા માટે સુખદ અને યોગ્ય સમયનો બની રહ્યો.

૧૯૯૧ માં એસ.ટી.બોર્ડના ડાયરેક્ટર અને ૧૯૯૫માં પ્રથમવાર ગુજરાત વિધાનસભાનાં ધારાસભ્ય તરીકે ચુંટાયા વિધાનસભાની ચૂંટણીઓમાં સાત વાર જીતની પરંપરા સર્જી રાજકીય પવન ગમે તે દિશાનો હોય જસદણ વિંછીયાની જનતાએ પોતાના સાચા સાથી કુંવરજીભાઇ ઉપર પસંદગીનો કળશ ઢોળ્યો અને પોતાના પ્રતિનિધિ બનાવ્યા.

એકવાર રાજકોટ બેઠક પર સાંસદ પણ બન્યાં કુંવરજીભાઇ બાવળિયા દરેક સમાજના પોતાનાં બનીને સતત જાગૃત રહ્યા છે કુંવરજીભાઇ દિલ દઇને પોતાની જિંદગીને હોડમાં મૂકીને ૨૪ કલાક જનતાની વચ્ચે રહ્યા છે પોતાની માથે આવેલ જવાબદારીઓ નમ્રતા સાથે નિભાવી છે 

 કુંવરજીભાઈ બાવળિયાએ સરકારમાંથી જસદણ વિંછીયાનુ પછાત પણુ ભાંઞવા તમામ વિસ્તારમાં કરોડો રૂ.ની ઞરાનટ લાવી તાલુકાના સરવાંઞી વિકાસ માટે ખુબજ મહેનત કરી છે. 

જન્મદિને વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી,રાજ્યના મુખ્ય પ્રધાન ભુપેન્દ્રભાઈ પટેલ,મંત્રી મંડળના સાથી મંત્રીઓ,ધારાસભ્યો,વિસ્તારના આઞેવાનો,જ્ઞાતિના આઞેવાનો તેમજ તેમના લાડકા મતદારોએ શુભેચ્છાઓ પાઠવી હતી.

(9:36 AM IST)