તા. ૧૦ નવેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૧ કારતક સુદ - ૯, રવિવાર
News of Tuesday, 11th March 2025
દેવભૂમિ દ્વારકા જિલ્લાના ધાર્મિક સ્થળોને અપાયેલ નોટીસના વિરોધમાં ભાણવડ બંધઃ બાઈક રેલી સાથે આવેદન
દ્વારકા જિલ્લામાં જે ૫૦૦ થી વધારે ધાર્મિક સ્થળોને નોટિસ આપવામાં આવી છે તેનો વિરોધ કરીને રોષ વ્યક્ત કર્યો

(કૌશલ સવજાણી દ્વારા)ખંભાળિયા તા.૧૧ :.. દેવભૂમિ દ્વારકા જિલ્લાના ધાર્મિક સ્થળોને અપાયેલ નોટીસ સંદર્ભે ભાણવડ બંધ તથા બાઈકરેલી સાથે આવેદન પત્ર પાઠવવામાં આવ્યું હતું. ભાણવડ શહેરના તમામ વેપારીઓનો આભાર કે અર્ધો દિવસ બંધ પાળી ધાર્મિક સ્થળોને આપેલ નોટિસ પરત લેવાની લડતને સમર્થન આપ્યું હતું. દ્વારકા જિલ્લામાં જે ૫૦૦ થી વધારે ધાર્મિક સ્થળોને નોટિસ આપવામાં આવી છે તેના વિરોધમાં અને આ નોટિસો પરત લેવામાં આવે તેવી માંગ સાથે ભાણવડના તમામ ધર્મ પ્રેમી લોકોએ અર્ધો દિવસ ભાણવડ બંધનું આહવાન કર્યું હતું તેને ભાણવડના તમામ વેપારીઓએ સમર્થન આપી બંધ પાળ્યું એટલું જ નહીં પણ ભાણવડમાં બાઇક રેલી યોજી મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. કોંગ્રેસ-આપ પાર્ટી જુદા જુદા સંગઠનો આગેવાનો દ્વારા વિરોધ વ્યકત થયો છે ત્યારે દ્વારકા જિલ્લાના ભાણવડના તમામ ધર્મપ્રેમી લોકો દ્વારા ભાણવડ બંધનું એલાન અપાયું હતું. જેના સમર્થનમાં ભાણવડના તમામ વેપારીઓએ બંધ પાળીને બજારો સજ્જડ બંધ રાખી હતી તથા નોટીસો પરત ખેંચવાની માંગ સાથે બાઇક રેલી કાઢીને મામલતદાર ને આવેદનપત્ર આપીને નોટીસો પરત ખેંચવાની ઉગ્ર માંગ કરી હતી. દ્વારકા જિલ્લાના ભાણવડથી શરૂ થયેલ આ વિરોધ પ્રદર્શન અન્ય તાલુકામાં પણ શરૂ થવા સંભાવના છે.
(12:04 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
