News of Monday, 10th March 2025
કેરીના શોખીનો માટે ખુશખબર : ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં કેસર કેરીની આવક
યાર્ડમાં હાસુફ કેરી આવક થઈ: જાણો કાચી અને પાકી કેરીનો ભાવ શું છે અને કેટલી આવક થઈ ?

ગોંડલ : કેસર કેરીના ચાહકો માટે સારા સમાચાર છે. આજે ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં કેસર કેરીની આવક થઈ છે. કેસર કેરીનો સ્વાદ દરેક કેરી કરતા તદન અલગ હોય છે. સાથે ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં આજે હાસુફ કેરી આવક થઈ છે. આવો જોઈએ તેનો કાચી અને પાકી કેરીનો ભાવ શું છે અને કેટલી આવક થઈ છે.
આજે કેરીનો ભાવ શું છે?
ગોંડલ યાર્ડમાં આજે કેસર કેરીના 10 કિલો બોક્સનો ભાવ 5000 થી 6200 રૂપિયા રહ્યો હતો.
ગોંડલ યાર્ડમાં આજે હાફુસ કેરીના 10 કિલો બોક્સનો ભાવ 6000 થી 8000 રૂપિયા રહ્યો હતો.
કેરીની આજે શું આવક થઈ
ગોંડલ યાર્ડમાં કેસર કેરીના 21 બોક્સની આવક થઈ હતી.
ગોંડલ યાર્ડમાં હાફુસ કેરીના 6 બોક્સની આવક થઈ હતી.
કાચી કેરીની વાત કરીએ તો ગોંડલ યાર્ડમાં કાચી કેરીનો ભાવ 20 કિલોનો 1000થી 2400 રહ્યો હતો. ગોંડલ યાર્ડમાં કુલ 40 બોક્સ કાચી કેરીની આવક થઈ હતી. રાજકોટ યાર્ડમાં 47 ક્વિન્ટલ કાચી કેરીની આવક થઈ હતી. જેનો ભાવ રાજકોટાં 800 થી 1200 બોલાયો હતો.
(7:18 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
