<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 10th March 2025

દેવભૂમિ દ્વારકા જિલ્લાની સને-૨૦૨૫ ની પ્રથમ રાષ્ટ્રીય લોક-અદાલત/સ્પેશીયલ મેજીસ્ટ્રેયીલ સીટીંગ માં શ્રેષ્ઠ પરીણામ

કુલ ૩૬૦૭ કેસોનો સુખઃદ નિવેડો લાવવામાં આવેલ, જેમાં કુલ ૫,૧૬,૩૬,૨૬૭/- રકમના હુકમો કરવામાં આવેલ દેવભૂમિ દ્રારકા જિલ્લાની અદાલતો ના ટોટલ પેન્ડીંગ કેસોમાં એક જ દિવસમાં ૨૨.૪૮ ટકા નો નોંધાયેલો મહત્તવનો ઘટાડો "ઉજાસ - એક આશા ની કિરણ" પ્રિ -લિટીગેશન મેટ્રીમોનિયલ ડીસ્પુટ લોક અદાલત અંતર્ગત કુલ ૧૧૮ કેસો મુકવામાં આવ્યા હતા જેમાંથી કુલ ૯૨ કેસો નો સુખદ નિવેડો લાવવામાં આવ્યો

(કૌશલ સવજાણી) ખંભાળિયા: જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, જિલ્લા અદાલત, દેવભૂમિ દ્વારકા દ્વારા સમગ્ર દેવભૂમિ દ્રારકા  જિલ્લા માં સને-૨૦૨૫ ની પ્રથમ રાષ્ટ્રીય લોક-અદાલતનુ સફળતા પુર્વક આયોજન કરવામાં આવેલ અને તેમાં શ્રેષ્ઠ પરિણામ મેળવેલ છે. જેમાં ૩૬૦૭ કેસોનો સુખઃદ નિવેડો લાવવામાં આવેલ જેમાં ૫,૧૬,૩૬,૨૬૭/- રકમના હુકમો કરવામાં આવેલા કેસો પુરા કરવામાં આવેલ હતા. દેવભૂમિ દ્રારકા જિલ્લાની અદાલતો ના ટોટલ પેન્ડીંગ કેસોમાં એક જ દિવસમાં ૨૨.૪૮ ટકા નો નોંધાયેલો મહત્તવનો રેકર્ડબ્રેક ઘટાડો થયેલ.

ધી નેશનલ લીગલ સર્વીસીસ ઓથોરીટી એકટ-૧૯૮૭, નામદાર સુપ્રિમ કોર્ટની અનુશ્રામાં રાષ્ટ્રીય લેવલ ઉપર કાનૂની સેવાના ક્ષેત્રમાં કામ કરતી ઓટોનોમસ બોડી રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તા મંડળ, નવી દિલ્હી તેમજ રાજય લેવલે નામદાર ગુજરાત હાઇકોર્ટ ની અનુશ્રામાં કામ કરતી બોડી ગુજરાત રાજય કાનૂની સેવા સત્તા મંડળ, અમદાવાદના  પેટ્રોન ઈન ચીફ અને ગુજરાત હાઇકોર્ટ ના નામદાર ચીફ જસ્ટીસ શ્રીમતી સુનિતા અગ્રવાલ સાહેબ ના ડાયરેકશન અને ગુજરાત રાજય કાનૂની સેવા સત્તા મંડળ, અમદાવાદના નામદાર એક્ઝિક્યુટિવ ચેરમેન સાહેબ (સિનિયર મોસ્ટ જસ્ટીસ ઓફ ગુજરાત હાઇકોર્ટ) જસ્ટીસશ્રી બિરેન વૈશ્નવ સાહેબ તથા દેવભૂમિ દ્વારકા જિલ્લાના એડમિનિસ્ટ્રેટિવ જસ્ટીસ શ્રી એચ.એસ. પ્રચ્છક સાહેબ માર્ગદર્શન અને ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળના મેમ્બર સેક્રેટરી શ્રી આર.એ.ત્રિવેદી સાહેબ તથા જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, દેવભૂમિ દ્વારકા ના ચેરમેન સાહેબ શ્રી એસ.વી.વ્યાસ સાહેબ ની સીધી દેખરેખ હેઠળ દ્વારા તારીખઃ- ૦૮/૦૩/ર૦ર૫, શનિવાર (જાહેર રજાના દિવસ) ના રોજ સમગ્ર દેવભૂમિ દ્રારકા જિલ્લા માં આવેલ તમામ અદાલતોમાં વર્ષ- ૨૦૨૫ ની પ્રથમ રાષ્ટ્રીય લોક-અદાલત તેમજ સ્પેશીયલ મેજીસ્ટ્રેયીલ સીંટીંગનુ આયોજન કરવામાં આવ્યું હતું.


જેમાં અદાલતમાં ચાલતા હોય તેવા તમામ સમાધાન લાયક સિવિલ તથા ફોજદારી કેસો જેવા કે,
    લગ્ન વિષયક તકરારો
    મોટર અકસ્માત વળતર કેસ
    દિવાની કેસ
    કામદાર વળતર કેસ
    મોબાઇલ કંપની સાથેના વિવાદ
    ફોજદારી સમાધાન પાત્ર ગુન્હાઓના કેસ        જમીન સંપાદન વળતર કેસ
    બેન્ક રીકવરી કેસ
    પેન્શન કેસ
    ગ્રાહક સેવા તકરારની બાબતો
    વીજ કંપનીના કેસ
વિગેરે તમામ કુલ ૨૫૭૭ કેસો કુલ મુકવામાં આવ્યા હતા. જેમાંથી કુલ ૧૮૪૪ કેસોનો સમાધાન દ્વારા નિકાલ લાવવામાં આવ્યો જેના કુલ ૪,૫૯,૩૫,૨૩૭/- રકમના હુકમો થયેલ.


આ ઉપરાંત પ્રિ-લીટીગેશન કેસો, જેમાં વીજ કંપનીના બાકી લેણાંનાં કેસો, ટ્રાફિક ચલણના કેસો, રેવન્યુ, બેંક રીકવરી કેસો, વૈવાહિક તકરારો અંગે ના કેસો માટે પ્રિ-લીટીગેશન અદાલતનુ પણ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં કુલ ૩૫૨૯ કેસો મૂકવામાં આવ્યા હતા જેમાંથી કુલ ૧૬૭૧ કેસો માં સમાધાન દ્વારા નિકાલ લાવવામાં આવ્યો જેની કુલ દાવા ની રકમ રૂ. ૫૭,૦૧,૦૩૦/- થઈ હતી જે કેસો ભવિષ્ય માં તકરાર ઉદ્દભવતા અટકાવી સુખદ સમાધાન લાવવામાં આવ્યું હતું.

ઉજાસ

તે ઉપરાંત નામદાર ગુજરાત હાઈકોર્ટ ના ચીફ જસ્ટિસ સાહેબ શ્રી ના હસ્તે શરૂ કરવામાં આવેલ " ઉજાસ - એક આશા ની કિરણ" પ્રિ - લિટીગેશન મેટ્રીમોનિયલ ડીસ્પુટ લોક અદાલત અંતર્ગત કુલ ૧૧૮ કેસો મુકવામાં આવ્યા હતા જેમાંથી કુલ ૯૨ કેસો ની સમાધાન ના માધ્યમ દ્વારા નિકાલ કરવામાં આવ્યો.

જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ દ્રારા જુદા-જુદા સ્ટેક હોલડરો જેવા કે, વકીલશ્રીઓ, સરકારી વકીલશ્રીઓ, પોલીસ અધિકારીશ્રીઓ, કલેકટર તથા રેવન્યુ ખાતાના અધિકારીશ્રીઓ, બેંક તથા ફાયનાન્સીયલ ઇન્સ્ટીટયુટના અધિકારીશ્રીઓ તથા સંસ્થાઓના હોદેદારો સાથે સદર લોક અદાલત તથા સ્પેશીયલ મેજીસ્ટ્રેયીલ સીટીંગ ના સંદર્ભમાં જ્યુડીશ્યલ ઑફીસર સાહેબો સાથે રૂબરૂ તથા ઓનલાઈન પીરીયોડીકલી મીટીંગો યોજી પરીણામલક્ષી આયોજન કરવામાં આવેલ, લીટીગેશન તથા પ્રિ-લીટીગેશન કેસો માટે પ્રિ કાઉન્સીલીંગ તથા પ્રિ સિટિંગ યોજવામાં આવેલ પધ્ધતી સરના આયોજન થકી દેવભૂમિ દ્રારકા જિલ્લામાં યોજાયેલ રાષ્ટ્રીય લોક-અદલત તથા સ્પેશીયલ મેજીસ્ટ્રેયીલ સીટીંગમાં કુલ ૧૮૪૪ કેસોનો સુખઃદ નીવેડો લાવવામાં આવેલ તથા કુલ ૪,૫૯,૩૫,૨૩૭/- રકમના હુકમો  થયેલા હતા. જેમાં તાલુકા કાનૂની સેવા સમિતિ, કલ્યાણપુર દ્રારા- ૩૦૨, તાલુકા કાનૂની સેવા સમિતિ, ઓખા દ્રારા- ૩૮૬, તાલુકા કાનૂની સેવા સમિતિ, ભાણવડ દ્રારા- ૩૮૩, તાલુકા કાનૂની સેવા સમિતિ, દ્રારકા દ્રારા- ૨૯૬ કેસો ફેસલ કરવામાં આવ્યા. આમ આ નેશનલ લોક અદાલત માં કુલ ૩૬૦૭ કેસો નો સમાધાન કારી નિકાલ કરવામાં આવેલ છે. જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળના, સચિવશ્રીની યાદીમાં જણાવાયુ છે.

 

(5:00 PM IST)