News of Monday, 10th March 2025
માળિયામાં પ્રોહીબીશન ગુનામાં સાત વર્ષથી ફરારી ઝડપાયો

મોરબી,તા.૧૦ : મોરબી જીલ્લામાં નાસતા ફરતા આરોપીને ઝડપી લેવા મોરબી એલસીબી/પેરોલ ફર્લો સ્કવોડ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન વર્ષ ૨૦૧૮ માં માળિયા પોલીસ મથકમાં પ્રોહીબીશન ગુનામાં સંડોવાયેલ આરોપી પ્રદીપ હરિભાઈ ફડકે રહે નોર્થ ગોવા વાળા વિરુદ્ધ કોર્ટે સીઆરપીસી કલમ ૭૦ મુજબનું વોરંટ ઈશ્યુ કર્યું છે જે આરોપી સાત વર્ષથી નાસતો ફરતો હતો અને હાલ તે શીરોડા ગામ પોંડા નોર્થ ગોવા પોતાના મકાને હોવાની બાતમી મળતા ટીમને રવાના કરી હતી અને આરોપીને નોર્થ ગોવા ખાતેના મકાનેથી ઝડપી લઈને મોરબી લાવી આગળની કાર્યવાહી અર્થે માળિયા પોલીસ મથકને સોપવામાં આવ્યો છે.
જાંબુડિયા ગામે જાહેરમાં જુગાર રમતા ચાર ઝડપાયા
મોરબી તાલુકા પોલીસ ટીમે બાતમીને આધારે જાંબુડિયા ગામે આવેલ બેલ સેનેટરી પાસે પુલ નીચે રેડ કરી હતી જ્યાં જાહેરમાં ગંજીપાના જુગાર રમતા જલાભાઇ સિંધાભાઈ ગોલતર, નવલભાઈ દિનેશભાઈ પાટડીયા, રમેશભાઈ પરષોતમભાઈ સારલા અને જીવણભાઈ રૂપાભાઇ ભરવાડિયા એમ ચારને ઝડપી લઈને રોકડ રૂ ૧૫૧૦ જપ્ત કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.
(1:48 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
