News of Monday, 10th March 2025
એસ્સાર ગ્રૂપ દ્વારા દ્વારકા પદયાત્રી સેવા કેમ્પનું આયોજન

જામનગર તા.૧૦: એસ્સાર ગ્રૂપ દ્વારા દ્વારકા ખાતે ફૂલ ડોલ ઉત્સવમાં હાજરી આપવા પગપાળા જઇ રહેલા હજારો લાખો પદયાત્રીઓ માટે દ્વારકા પદયાત્રી સેવા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.
આ કેમ્પનું ઉદદ્યાટન કેબિનેટ મંત્રી શ્રી મુળુભાઈ બેરાના હસ્તે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે વિવિધ સરકારી અધિકારીઓ, નજીકના ગામોના સરપંચશ્રીઓ, ગ્રામજનો, એસ્સાર ગ્રૂપના અધિકારીઓ અને પદયાત્રીઓ હાજર રહ્યા હતા.
શ્રી મુળુભાઈ એ ગુજરાતના વિવિધ વિસ્તારોમાંથી આવતા પદયાત્રીઓનું હાર્દિક સ્વાગત કર્યું હતું. તેમણે સ્થાનિક લોકો, સરકારી તંત્ર, વિવિધ એનજીઓ અને એસ્સાર ગ્રૂપના પ્રયત્નોની પ્રશંસા કરી હતી કે જેમણે આ સેવા યજ્ઞને જીરો વેસ્ટ મિશન હેઠળ સ્વચ્છ અને આરોગ્યપ્રદ પર્યાવરણ સાથે સફળ બનાવ્યો છે. આ ઉપરાંત ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ અને ખંભાળિયા નગરપાલિકાના સહયોગથી સંચાલીત એસ્સાર ગ્રૂપની વેસ્ટ કલેક્શન વાનને હરી ઝંડી આપીને તેનુ લોકાર્પણ કર્યુ, જે સ્વચ્છ ભારત મિશન તરફ એસ્સાર ગ્રૂપનું એક વધુ મહત્વપૂર્ણ પગલુ છે.
આ વર્ષે એસ્સાર ગ્રૂપે, ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના માર્ગદર્શન અનુસાર આ પદયાત્રી કેમ્પનું આયોજન કર્યું છે અને કેમ્પ તથા આસપાસના વિસ્તારોમાં ઊચ્ચતમ સ્વચ્છતા અને આરોગ્યપ્રદ પર્યાવરણ જળવાય તે માટે તમામ જરૂરી પગલાં ભર્યાં છે.
એસ્સાર ગ્રૂપના રેસિડેન્ટ ડિરેક્ટર શ્રી ભાવેન ભટ્ટે આ અવસરે એસ્સાર ગ્રૂપના સમાજહિત માટેની નેમને દોહરાવતા જણાવ્યું હતું કે એસ્સાર ગ્રુપ વિવિધ કાર્યક્રમો દ્વારા સતત સમાજના કલ્યાણ માટે કાર્યરત છે. આ માર્ગ પરથી આશરે લાખો પદયાત્રીઓ દ્વારકા તરફ પગપાળા જઇ રહયાં છે. અને આશરે ૪૦ હજાર થી પ૦ હજાર ભકતો આ કેમ્પમાં પુરી પડાતી ખોરાક, પાણી, આરામ અને તબીબી સુવિધાઓનો સીધો લાભ લેશે તેમ પણ એક યાદીમાં જણાવાયું છે. દ્વારકા પદયાત્રી સેવા કેમ્પના આ આયોજન બદલ જામનગર અને દ્વારકાના લોકલાડીલા નેતા અને સાંસદ શ્રીમતી પુનમબેન માડમે એસ્સાર ગૃપના અધિકારીઓ, સ્થાનીક આગેવાનો સહીત તમામ ગ્રામજનોને શુભેચ્છા પાઠવી હતી.
(1:37 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
