<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 10th March 2025

વિંછીયા નજીક રૂા. ર.૬૬ લાખના દારૂનો જથ્‍થો ભરેલી કાર સાથે ધર્મેન્‍દ્ર અને અક્ષય પકડાયા

જસદણ પોલીસનો દરોડોઃ મોટા દડવાના વિજય, આશિષ, ખારચીયાના પ્રતાપ ખાચર અને ગોંડલના દીવથી શોધખોળ

રાજકોટ,  તા., ૧૦: જસદણના વિંછીયા નજીક એક કારમાં વિદેશી દારૂનો જથ્‍થો લઇને ડીલેવરી કરવા માટે નીકળ્‍યા હોવાની બાતમીના આધારે જસદણ પોલીસે દરોડો પાડી રૂા. ર.૬૬ લાખનો વિદેશી દારૂ ભરેલી કાર સાથે બે શખ્‍સોને પકડી લીધા હતા.

મળતી વિગત મુજબ જસદણના વિંછીયા નજીક વિદેશી દારૂ ભરેલી કાર પસાર થઇ હોવાની બાતમી મળતા જસદણ પોલીસ મથકના પીઆઇ ટી.બી.જાની તથા એએસઆઇ જયંતીભાઇ મજેઠીયા, હેડ કોન્‍સ. અરૂણભાઇ ખટાણા, કોન્‍સ. અનીલભાઇ, ભાવેશભાઇ, સંજયભાઇ, સંજયભાઇ તથા બકુલભાઇ સહિત વિંછીયા નજીક વોચમાં હતા. દરમ્‍યાન ત્‍યાંથી પસાર થતી જીજે૧૯ એએમ પ૩પ૧ નંબરની અમેઝ કારને રોકી તલાસી લેતા તેમાંથી રૂા. ર,૬૬,૪૮૪ ની કિંમતની વિદેશી દારૂની ૩૯ર બોટલ મળી આવતા કારમાં બેઠેલા ચાલક ધર્મેન્‍દ્ર વલકુભાઇ ખાચર અને અક્ષય અનુભાઇ મીઠાપરા (રહે. બંને મોટાદડવા તા. ગોંડલ) ને પકડી લઇ રૂા. ર,૬૬, લાખનો દારૂ, કાર તથા મોબાઇલ મળી રૂા. પ,૪૭, ર૪૪ નો મુદ્દામાલ કબઝે કર્યો હતો. પોલીસ બંનેની પુછપરછ કરતા વિંછીયાના ખારચીયાનો પ્રતાપ   વસ્‍તુભાઇ ખાચર, મોટા માત્રાના વિજય ખાચર, આશીષ વાળા અને ગોંડલનો દિવુભાના નામ બહાર આવતા ચારેયની શોધખોળ આદરી છે. વધુ પુછપરછ દરમ્‍યાન ધર્મેન્‍દ્ર અને આશીષ બંને દારૂનો ધંધો કરતા હોઇ તેથી ધર્મેન્‍દ્રએ વિજય ખાચર અને વિજયનો સંપર્ક કરી દારૂ મંગાવ્‍યો હતો. બાદ ધર્મેન્‍દ્રએ જીજે૧૯એએમ-પ૩પ૧ નંબરની કાર લઇને અક્ષય મીઠાપરાને દારૂનો જથ્‍થો ભરવા તથા ઉતારવા માટે બોલાવ્‍યા બાદ બંને કાર લઇ મોટા માત્રા નજીક દારૂનો જથ્‍થો ભરીને મોટાદડવાના આશીષ વાળાને ગાડી સોંપવાની હતી. મોટા દડવાથી આશખ્‍સ ગોંડલના બુટલેગરને આપવા જવાનો હોવાની કબુલાતન આપી હતી આ અંગે પોલીસે ચારેયની શોધખોળ હાથધ ધરી છે.

(2:13 PM IST)