<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 8th March 2025

ભાયાવદર પાસે સ્‍પીડબ્રેકરને કારણે બાઇક પાછળથી પટકાતાં જીઆરડી મહિલા રમાબેન સોલંકીનું મોત

મહિલાએ જામકંડોરણા ઘરે જવા ગામના બીજલદાસના બાઇકમાં લિફટ લીધી હતીઃ રાજકોટમાં દમ તોડયો

રાજકોટ તા. ૮: ભાયાવદર પાસે સ્‍પીડ બ્રેકર પર બાઇક ઉછળતાં પાછળ બેઠેલા જામકંડોરણાના મહિલા પડી જતાં ગંભીર ઇજા થતાં મૃત્‍યુ થયું છે.

જાણવા મળ્‍યા મુજબ જામકંડોરણામાં રહેતાં રમાબેન રમેશભાઇ સોલંકી (ઉ.વ.૫૩) તા. ૪ના રોજ ભાયાવદર ગામે કામ માટે ગયા હતાં. ત્‍યાંથી પરત જામકંડોરણા આવવા વાહનની રાહ જોઇ રહ્યા હતાં તે વખતે ગામના બીજલદાસ ગોપાલદાસ (ઉ.વ.૫૦) બાઇક લઇને નીકળતાં તેમના બાઇકમાં રમાબેને લિફટ લીધી હતી. ભાયાવદર નજીક જ બંને પહોંચ્‍યા ત્‍યારે સ્‍પીડ બ્રેકરને કારણે બાઇક ઉછળતાં પાછળ બેઠેલા રમાબેને કાબુ ગુમાવતા નીચે પટકાતાં ગંભીર ઇજા થઇ હતી. તેમને સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ આજે દમ તોડી દેતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો.

મૃત્‍યુ પામનાર રમાબેનને સંતાનમાં એક પુત્ર અને ચાર પુત્રી છે. પરિવારજનોના કહેવા મુજબ રમાબેન જામકંડોરણામાં જીઆરડી તરીકે ફરજ બજાવતાં હતાં. હોસ્‍પિટલ ચોકીના રામશીભાઇ વરૂ, ચંદ્રસિંહ, ભાવેશભાઇ, ધર્મેન્‍દ્રભાઇ, તોૈફિકભાઇએ ભાયાવદર પોલીસને જાણ કરી હતી.

(2:27 PM IST)