<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 8th March 2025

ઠંડી ગાયબ પરંતુ વહેલી સવારે ધુમ્‍મસ છવાયુઃ બપોરે ધોમધખતો તાપ

મોડી રાત્રીના અને વહેલી સવારે સામાન્‍ય ઠંડક બાદ આખો દિવસ અસહ્ય ઉકળાટ

રાજકોટ તા. ૮ :.. રાજકોટ સહિત સૌરાષ્‍ટ્ર-કચ્‍છમાં આજે ઠંડી ગાયબ થઇ ગઇ છે. પરંતુ વહેલી સવારે ધુમ્‍મસ છવાયુ છે. જેના કારણે વાહન વ્‍યવહારને તથા દ્વારકા જતા પદયાત્રિકોને મુશ્‍કેલીનો સામનો કરવો પડયો હતો.

છેલ્લા ર દિવસથી ઠંડીમાં રાહત છે અને સૂર્યનારાયણના દર્શન થતાની સાથે જ હુંફાળુ વાતાવરણ છવાઇ જાય છે અને જેમ જેમ દિવસ પસાર થાય છે તેમ તેમ ગરમી વધે છે. બપોરના સમયે ધોમધખતો તાપ સાથે ઉકાળાટનો અનુભવ થઇ રહ્યો છે.

જામનગર

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર : બાજરા સંશોધન કેન્‍દ્ર જામનગર તરફથી મળેલ તાપમાનની વિગત જોઇએ તો લઘુતમ તાપમાન ર૧, મહત્તમ તાપમાન ૩૬, ભેજનું પ્રમાણ ૯ર ટકા, પવનની ગતિ પ કિ. મી. રહી હતી.

(11:35 AM IST)