<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 8th March 2025

પોરબંદરના ફટાણામાં દંપતીનું રહસ્‍યમય મોત

પત્‍નીની હત્‍યા કર્યા બાદ પતિએ ગળાફાંસો ખાઇ લીધાની શંકાઃ ૮ અને ૧૩ વર્ષના બે બાળકો નોંધારા બન્‍યા

(પરેશ પારેખ દ્વારા) પોરબંદર તા. ૮ :.. નજીકના ફટાણામાં દંપતીનું રહસ્‍યમય મોત અંગે પોલીસે તપાસ શરૂ કરી છે. આ બનાવમાં પત્‍નીની હત્‍યા કર્યા બાદ પતિએ ખૂદ ગળાફાંસો ખાઇ લીધાની શંકા થઇ રહી છે. કરૂણતા વ્‍યાપી છે.પોરબંદરના બગવદર પોલીસ સ્‍ટેશનની હદમાં આવેલા ફંટાણા ગામમાં મેરામણભાઇ કેશુભાઇ સાદિયા (ઉ.૩૮) અને તેના પત્‍ની મનીષાબેન મેરામણભાઇ સાદિયા (ઉ.૩૬) બન્ને રહસ્‍્‌યમય મૃત્‍યુ પામેલી હાલતમાં મળી આવતા પોલીસ આ બાબતે તપાસ કરી રહી છે.દંપતીના રહસ્‍યમય મોતમાં પત્‍નીની હત્‍યા કર્યા બાદ પતિ પોતે ગળાફાંસો ખાઇ લીધાની શંકા સેવાય રહી છે. પતી અને પત્‍નીના મૃત્‍યુથી તેના ૮ વર્ષ અને ૧૩ વર્ષના બે બાળકો નોંધારા બની ગયેલ છે.

મરનાર પતી અને પત્‍ની બન્નેના મૃતદેહોને પોસ્‍ટમોર્ટમ માટે ૃરકારી હોસ્‍પિટલમાં મોકલી આપેલ છે. દંપતીના રહસ્‍યમય મોત પાછળ હત્‍યા કે આત્‍મહત્‍યા....? તે અંગે પોલીસ ઉંડાણપૂર્વક તપાસ કરી રહી છે. પોસ્‍ટમોર્ટમ બાદ દંપતીના મોત અંગે સાચુ કારણ બહાર આવશે.

(2:26 PM IST)