News of Saturday, 8th March 2025
હળવદના માથક પાસેથી બે કારમાં ૪૦૦ લિટર ડીઝલના જથ્થા સાથે ૫ શખ્સોની ધરપકડ
મોરબી અને વાંકાનેર પંથકમાં ટ્રકોમાંથી ડીઝલની ચોરી કરતી ગેંગને ઝડપી લેતી હળવદ પોલીસ

(દીપક જાની દ્વારા) હળવદ, તા. ૮: હળવદ પોલીસની ટિમ પેટ્રોલીંગમાં હોય તે દરમિયાન બાતમી ના આધારે માથક ગામ પાસેથી રેઇડ કરી એક આઈ ૨૦ કાર તથા ઈકો કારમાંથી અલગ - અલગ કુલ ૧૨ કેરબાઓ માં ૪૦૦ લીટર ડીઝલ કિંમત રૂ. ૩૫,૦૦૦ના શંકાસ્પદ ચોરીના ડિઝલના જથ્થા સાથે વિજય ઉર્ફે ગોપાલ વનરાજભાઈ પરમાર રહે.ગામ કોટ લીંડોરા તા. ઠાસરા જી. ખેડા, પ્રદિપકુમાર ઉર્ફે ગોટી પ્રતાપસિંહ પરમાર રહે ગામ કોટ લીડોરા તા. ઠાસરા જી.ખેડા, અલ્પેશકુમાર ઉર્ફે લાલો પ્રવિણસિંહ પરમાર રહે ગામ કોટ લીડોરા તા.ઠાસરા જી.ખેડા, અંતિકુમાર ૩૮ મથુર -સ્વતસિંહ બાવડા રહે ગામ કોર લીડોય તા. ઠાસરા જી.ખેડા અને કુલદીપભાઈ ભરતભાઈ લકુમ રહે. માથક તા. હળવદ વાળાને પકડી લેવામાં આવ્યા હતા અને ૫,૩૯,૦૦૦ નો મુદ્દામાલ કબ્જે કરી પૂછપરછ આદરી હતી.જેમાં આ ડિઝલનો જથ્થો મોરબી તાલુકા ના લગધીરપુર રોડ તથા વાંકાનેર તાલુકાના સરતાનપર રોડ ઉપરથી અલગ અલગ જગ્યાએ પાકિર્ંગ કરેલ ટ્રકોમાંથી રાતના સમયે ચોરી કરેલ હોવાની તેઓએ કબુલાત આપેલ છે.
આ કામગીરીમાં પીઆઇ આર.ટી. વ્યાસ, એ.એસ.આઈ. અજીતસિંહ સીસોદીયા, દિનેશભાઈ બાવળીયા, લાલભા શકિતસિંહ, હરેશભાઇ. વનરાજસિંહ, દિવ્યરાજસિંહ, સંજયભાઈ, સાગરભાઈ, યુવરાજસિહ, રણજીતસિંહ, કિશનભાઈ સહિતના જોડાયા હતા.(૬.ર)
(10:29 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
