News of Saturday, 8th March 2025
કચ્છના અંજારમાં એકલી રહેતી ૨૩ વર્ષીય યુવતીની ધોળે દિવસે ઘરમાં કરપીણ હત્યા

(વિનોદ ગાલા દ્વારા) તા. ૮: ભુજ કચ્છના અંજાર ગાંધીધામ હાઇવે ઉપર શહેરના પરા સમાન મેઘપર બોરીચી ગામે પારસ નગરમાં એકલી રહેતી ૨૩ વર્ષીય યુવતીની હત્યાના બનાવે ચકચાર સર્જી છે. હોસ્પિટલમાં કામ કરતી યુવતી પાયલ પ્રકાશ ઉત્તમચંદાની પોતાના ઘેર હતી ત્યારે બપોરે ૨/૩૦ થી ૪/૩૦ વચ્ચે તેણીની હત્યાનો બનાવ બન્યો હતો. અજાણ્યા શખ્સે તીક્ષ્ણ હથિયાર વડે પેટ અને શરીરના અન્ય ભાગોમાં ગંભીર ઈજાઓ પહોંચાડી હતી. પોલીસે ગુનો નોંધી વધુ તપાસ આદરી છે.
(2:25 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
