<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 7th March 2025

જામનગરના વિભાપરમાં ગોૈસેવાના લાભાર્થે લોકડાયરોઃ ડોલરનો વરસાદ

જામનગર : જામનગરના વિભાપર ખાતે આગળ વછરાજ ગૌશાળા ખાતે ગૌ સેવાના લાભાર્થે કલાકાર રાજભા ગઢવી, કિરણબેન ગજેરા અને રાજદાન ગઢવીના લોક ડાયરોનું આયોજન કરાયું હતું. આ ડાયરા દરમિયાન જિલ્લા ભાજપ પ્રમુખ ડો. વિનોદભાઈ ભંડેરી, હાપા માર્કેટિંગ યાર્ડના ચેરમેન મુકુંદભાઈ સભાયા, કળષિમંત્રી રાઘવજી પટેલના પીએ દિવ્‍યેશ પટોડીયા, કોર્પોરેટર પાર્થ કોટડીયા, પુનમબેન માડમના પ્રતિનિધિ કરશન પિઠીયા સહિતના અગ્રણી ઉપસ્‍થિત રહ્યા હતા. અને મોડી રાત્રિ સુધી ડાયરામાં ભજન લોક સાહિત્‍ય અને પ્રાચીન ગીતોની રમઝટ બોલી હતી જેને લોકોએ માણી ગૌ સેવાના લાભાર્થે કલાકારો પર રૂપિયા અને ડોલરની ઘોર પણ કરવામાં આવી હતી. (અહેવાલઃ મુકુંદ બદિયાણી, તસવીરઃ કિંજલ કારસરીયા, જામનગર)(૨.૧૬)

(4:23 PM IST)