તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 7th March 2025
દ્વારકા જતા પદયાત્રિકો ઉપર જામનગરમાં પથ્થરમારો : જુઓ વિડિઓ
વિકટોરીયા પુલ પાસેથી પસાર થઇ રહયા હતા ત્યારે કોઇકે પથ્થરોના ઘા કર્યા : દરગાહ પાસેથી છોકરાઓ ભાગતા દેખાયા : હિન્દુ સેનાએ ડીવાયએસપી અને પોલીસ સ્ટેશનને જાણ કરી

તસ્વીરમાં પદયાત્રીકો તથા ઘટના સ્થળ નજરે પડે છે. (તસ્વીરઃ કિંજલ કારસરીયા-જામનગર)
(મુકુંદ બદીયાણી દ્વારા) જામનગર, તા., ૭: ફુલડોલ મહોત્સવમાં ભાગ લેવા માટે દરરોજ મોટી સંખ્યામાં દ્વારકા પદયાત્રિકો જઇ રહયા છે. ત્યારે જામનગર પાસે વિકટોરીયા પુલ નજીકથી પદયાત્રિકો ઉપર કોઇએ પથ્થરમારો કરતા સનસનાટી મચી ગઇ છે.
વિશ્વાસપાત્ર વર્તુળોમાંથી મળતી માહિતી મુજબ દ્વારકાના દર્શનને જતા પદયાત્ર્ીાઓ જામનગરના વિક્ટોરિયા પુલ પાસેથી પસાર થતા હતા ત્યારે સવારના ભાગે નીચેથી પથ્થરોના ઘા થયેલો હતા. જેમાં પદયાત્રીઓને પથ્થર લાગતા બૂમાબૂમ કરી હતી અને ઉપરથી અવાજ દેતા વિક્ટોરિયા ફૂલ નીચે આવેલ કબ્રસ્તાન પાસેની જગ્યામાં ૧૫ થી ૧૭ વર્ષના વીધર્મી છોકરાઓ દોડતા દેખાયા હતા.
જેની જાણ હિંદુ સેનાના યુવા પાંખના ઉપપ્રમુખ સાગર ચૌહાણને થતા ઘટના સ્થળે પહોંચી જઈ ત્યાંથી ફોટાઓ તેમજ વિગતો મેળવી હતી. હાલ આવા પદયાત્રા પર જતા શ્રદ્ધાળુઓ પર પથ્થર બાજોને તત્કાલ પકડવા તેમજ આવા પુલ કે રસ્તા પરની મસ્જિદો કે દરગાહ નજીક પોલિસ બંદોબસ્ત ગોઠવવો તેવી હિન્દુ સેના પોલીસ પ્રશાસન પાસે માગણી કરે છે.
આ ગંભીરતાને હિન્દુ સેનાને ધ્યાને આવતા ડીવાયએસપી ઝાલા તેમજ સીટી બીના પી.આઈ. જાને વિગતવાર વર્ણન કરી ટેલિફોનિક જાણ કરી હતી તેમજ યાત્રા પર જનારા લોકોમાંથી બે ફોન નંબર પણ આપેલ હતા કે જે લોકોને આ ઘટનાને લઇ તેમના પર પથ્થર ફેકેલ જે લાગેલ પણ હતો જે હાલ દ્વારકા દર્શનાર્થે પદયાત્રામાં જઈ રહ્યા છે ત્યારે હિન્દુ સેના પ્રશાસન પાસે કડક બંદોબસ્ત અને પથ્થર બાજોને ને કડક સબક શીખવા માંગણી કરી રહી છે. જો કે આ બનાવ અંગે હજુ સુધી કોઇ પોલીસ ફરીયાદ કરવામાં આવી નથી. (૪.૩૫)
(2:52 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
