તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 7th March 2025
બાબરાના જગ પ્રસિદ્ધ શ્રી ગરણેશ્વર મહાદેવના સાનિધ્યમાં રવિવારે દવે પરિવાર દ્વારા બ્રહ્મચોયાર્સી પ્રસાદ

રાજકોટ, તા.૭ : બાબરા તાલુકાના જગ પ્રસિદ્ધ શ્રી ગરણેશ્વર મહાદેવ(ગરણી ગામ)ના સાનિધ્યમાં પ્રવિણભાઈ કલ્યાણજીભાઈ દવે પરિવાર દ્વારા તા.૯ ને રવિવારે બ્રહ્મચોયાર્સી પ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે.
કુળદેવીશ્રી તુલજાભવાની માતાજીની અસીમ કળપાથી અને દેવાધીદેવ શ્રી ગરણેશ્વર મહાદેવના આશીર્વાદથી ગરણેશ્વર મહાદેવના સાનીધ્યમાં ચોરાશી ભોજન પ્રસાદનું આયોજન કરવામાં આવેલ છે. તા.૯ ને રવિવારે સવારે ૯:૩૦ કલાકેથી પુજન અર્ચન તથા બપોરે ૧૨-૩૦ કલાકથી ચોરાશી પ્રસાદ શ્રી ગરણેશ્વર મહાદેવના સાનીધ્યમા મું. ગરણી, તા. બાબરા, જી. અમરેલી ખાતે યોજાશે.જેમાં ઉપસ્થિત રહેવા પ્રવિણભાઇ કલ્યાણજીભાઇ દવે, કેતનભાઇ દવે, મનિષભાઈ દવે,જીગ્નેશભાઈ દવે તથા દવે પરિવાર દ્વારા આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.(૨૩.૧૧)
(2:47 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
