News of Friday, 7th March 2025
પોરબંદર બાદ કુતિયાણાના જંગલમાં ભીષણ આગઃ આગ લાગે છે કે કોઇ લગાડે છે?
બાવળો સળગાવીને દેશી કોલસો બનાવવામાં આવતો હોવાની ચર્ચાઃ જંગલોમાં વારંવાર આગથી વન્ય સૃષ્ટિ અને પર્યાવરણને નુકશાન

(પરેશ પારેખ દ્વારા) પોરબંદર તા.૭: પોરબંદર નજીક બે દિવસ પહેલા બાવળના જંગલમાં આગ બાદ ગઇકાલે કુતીયાણાના દેવડાના ડુંગર જંગલ વિસ્તારમાં ભીષણ આગ લાગી હતી અને રાત્રીના મોડેથી આગને કાબુમાં લેવામાં આવી હતી. પોરબંદરના ઇન્દીરાનગર તથા રતનપર નજીક જંગલમાં વારંવાર જંગલમાં સમયાંર આગના બનાવો બને છે. ત્યારે વારંવાર ઉઠતી આગ કોઇ લગાડે છે કે કુદરતી રીતે આગ લાગી જાય તે પ્રશ્ન લોકોમાં ચર્ચીત છે.
એવું સાંભળવા મળે છે કે જંગલમાં કેટલાક ચોકકસ તત્વો બાવળમાંથી દેશી કોલસો બનાવવા માટે આગ લગાડીને ઠારી નાખી કોલસા બનાવાય છે. આ કામગીરીમાં કયારેક આગ બેકાબુ બની જાય છે અને આ રીતે જંગલમાં વારંવાર આગ ભભુકી હોવાના બનાવો બને છે. જે અંગે તંત્ર દ્વારા તપાસ કરવામાં આવે તેવી માંગણી ઉઠી છે. કુતીયાણાના દેવડા ડુંગર જંગલ વિસ્તારમાં ગઇકાલે લાગેલી આગ ર કી.મી. સુધી ફેલાઇ ગઇ હતી. આગ સમયે વન તંત્ર મૌન જાળવી ગયું હતું.
પોરબંદર પંથકમાં જંગલોમાં વારંવાર લાગતી આગથી વન્ય જીવ સૃષ્ટિ અને પર્યાવરણને મોટુ નુકશાન થાય છે. જંગલોમાં વારંવાર આગના બનાવની તપાસ કરીને આગ લગાડતા તત્વો સામે કડક પગલા લેવાય તેવું લોકો ઇચ્છી રહયાં છે
(2:11 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
