<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 7th March 2025

પોરબંદરઃ જંગલમાં શંકાસ્‍પદ આગ અંગે તપાસ કરવા કલેકટરનો આદેશ

કલેકટર એસ.ડી. ધાનાણીએ ઘટના સ્‍થળની મુલાકાત લીધી

(પરેશ પારેખ દ્વારા) પોરબંદર તા.૭: જીલ્લા કલેકટર એસ.ડી.ધાનાણીએ જંગલમાં રતનપર અને ઓડદર સહિત સ્‍થળોએ વારંવાર લાગતી શંકાસ્‍પદ આગ અંગે તપાસ કરવા આદેશ કર્યો છે.કલેકટર એસ.ડી.ધાનાણીએ જણાવેલને રતનપર  અને ઓડદર વિસ્‍તારને પીકનીક પોઇન્‍ટ તરીકે વિકસાવશે.

આવારા તત્ત્વો વારંવાર આગ લગાડીને નુકશાન પહોંચાડી રહ્યા છે ત્‍યારે જિલ્લા કલેકટર, આપણું પોરબંદર, ગ્રીન પોરબંદર પ્રોજેકટના ચેરમેન, મનપાના નાયબ મ્‍યુનિસીપલ કમિશનર, આર.એમ.બી.ના કાર્યપાલક ઇજનેર સ્‍થળ મુલાકાત લઇને કરી ચર્ચા કરી હતી. કલેકટર એસ.ની ધાનાણીએ જણાવેલ કે ઇન્‍દીરાનગરથી ઓડદર સુધીના ટેકરાઓ ઉપર થશે વળક્ષારોપણઃ રતનપર સામેના બીચનો નેચરલ બીચ તરીકે વિકાસ કરવા આયોજન છે. આગ લગાડનારાઓ સામે જાણવાજોગ ફરિયાદ દાખલ કરવા તથા આગ અંગે તપાસ કરવા આદેશ જારી કર્ર્યો છે.

રતનપર અને ઓડદર નજીક દરિયાકાંઠાના વિસ્‍તારોમાં જ્‍યાં વારંવાર ચોકકસ તત્ત્વો દ્વારા આગ લગાડવામાં આવે છે ત્‍યારે આ સ્‍થળને પિકનીક સ્‍પોટ તરીકે વિકસાવવા પોરબંદરના અધિકારીઓ સહિત સામાજિક સંસ્‍થાના આગેવાનોએ સ્‍થળ મુલાકાત લઇને મંતવ્‍યો જાણ્‍યા હતા એટલું જ નહીં પરંતુ નજીકના બીચને પણ નેચરલ બીચ તરીકે વિકસાવવામાં આવશે તેવું જાહેર થયુ હતું.

પોરબંદર-ઓડદર રોડ પર વારંવાર શંકાસ્‍પદ રીતે આગ લાગે છે અને ત્‍યાં ખૂબજ આકર્ષક અને સુંદર લાગતી અને વર્ષો પછી આટલી ઉંચાઇએ પહોંચી છે તે ઝુરીઓ બળીને ખાખ થઇ રહી છે અને અનેક ક ઝુરીઓ છુપીથી કપાઈ ચૂકી છે ત્‍યાં અને આજુબાજુના ટેકરાઓમાં વળક્ષારોપણ કરવામાં આવે તો આ એરીયા પ્રવાસીઓને માટે પીકનીક સ્‍પોટ બની શકે તેમ છે. એ પ્રકારની રજૂઆત કલેકટર એસ.ડી.ધાનાણીને ‘‘આપણું પોરબંદર, ગ્રીન પોરબંદર'' પ્રોજેકટના ચેરમેન રામદેવભઈ મોઢવાડીયા, પ્રવીણભાઇ ખોરાવા અને ધર્મેશભાઈ પરમારે રૂબરૂમાં મળીને તે એરિયામાં વળક્ષારોપણ કરીને પ્રવાસીઓ માટે આકર્ષક બનાવવાની રજુઆત કરી હતી.

આ રજુઆતને હકારાત્‍મક પ્રતિસાદ આપીને પર્યાવરણપ્રેમી કલેકટર, નાયબ મ્‍યુનિસીપલ કમિશનર મનન ચતુર્વેદી, માર્ગ અને મકાનના કાર્યપાલક ઇજનેર હિતેષ સીસોદીયા, ડી.એલ.આર.ના પ્રતિનિધિ અને ‘‘આપણું પોરબંદર, ગ્રીન પોરબંદર''ની ટીમ રામદેવભાઈ મોઢવાડીયા, ધર્મેશભાઈ પરમાર, ડો. આશિષ શેઠ, ડો. દર્શક પટેલ અને ભરત રૂઘાણીને સાથે રાખીને સ્‍થળ મુલાકાત લીધી હતી

(2:27 PM IST)