તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 7th March 2025
અમરેલીની શાળામાં દુષ્કર્મ આચરનારને કડક સજા કરો : ઇમરાન ખેડાવાલા : ગ્યાસુદીન શેખ
ભૂપેન્દ્રભાઇ પટેલને પત્ર પાઠવીને રજૂઆત

(ઇકબાલ ગોરી દ્વારા) સાવરકુંડલા, તા. ૭ : અમદાવાદના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલા અને પૂર્વ ધારાસભ્ય ગ્યાસુદીન શેખએ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલને પત્ર પાઠવીને અમરેલી પ્રાથમિક શિક્ષણ સમિતિ હેઠળની શેઠ મુહમંદ હુસૈન અલાના પ્રાથમિક શાળાના મહેન્દ્ર પટેલ (કાવઠિયા) દ્વારા ર વિદ્યાર્થીનીઓ સાથે દુષ્કર્મ કરતા તેને કડક સજા કરવા માંગ કરી છે.
તેઓએ વધુમાં જણાવ્યું છે કે શેઠ મુહંમદ હુસૈન અલાના પ્રાથમિક શાળાના શિક્ષણ મહેન્દ્ર પટેલ (કાવઠિયા) દ્વારા ધોરણ ૪ માં અભ્યાસક રતી ૯ વર્ષની બે માસુમ વિદ્યાર્થીનીઓને ચાલુ કલાસમાં દારૂના નશામાં બિભત્સ ગંદી વિડીયો ફિલ્મ બતાવીને દુષ્કર્મ આચરવામાં આવેલ છે. ગુરૂની ગરિમાને લાંછન લગાવી માનવતાને કલંકિત કરનાર ઘટનાથી ગુજરાતની જનતા શર્મસાર છે.
ગુજરાતની બહેન દિકરીઓ તો ઠીક પણ નાની બાળકીઓ વિદ્યાર્થીનીઓ પણ સલામત રહી નથી. ત્યારે આ સમગ્ર ઘટના દ્વાર પ્રાથમિક શાળાથી લઇ ઉચ્ચ શિક્ષણ મેળવતી કુમારિકાઓના પોતાની આબરૂની સલામતી રહી નથી. અમરેલીમાં બનેલ ઘટનાની નિષ્પક્ષ અને ન્યાયિક રીતે તપાસ કરી સરકારશ્રી દ્વારા જકકર પગલા લઇ કડક કાર્યવાહી દ્વારા સખ્ત સજા કરવામાં આવે. ઉપરોકત ઘટનાને ફાસ્ટ્રેક કોર્ટમાં કેસ ચલાવી ઝડપી કાર્યવાહી કરી શેતાનરૂપી શિક્ષક વિરૂદ્ધ સખ્ત કાર્યવાહી કરવા અંતમાં માંગ કરી છે.
(1:49 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
