<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 7th March 2025

દેવભુમિ દ્વારકાના પદયાત્રીઓ માટે તાલુકા પોલીસ દ્વારા સેવા કેમ્‍પ શરૂ કરવામાં આવ્‍યો

 

રાજકોટઃ દેવભુમિ દ્વારકા ખાતે પદયાત્રા કરીને દર્શનાર્થે જઇ રહેલા યાત્રાળુઓને વિસામો મળી રહે તેમજ તેમને તબિબી સારવારની જરૂર હોય તો તે મળી રહે તથા નાસ્‍તો, ચા-પાણી સહિતની સુવિધા મળી રહે તે માટે કાલાવડ રોડ પર તાલુકા પોલીસ સ્‍ટેશનની ટીમ દ્વારા પોલીસ સ્‍ટેશન નજીક એક કેમ્‍પ શરૂ કરવામાં આવ્‍યો છે. અહિ પદયાત્રીઓ રાતે ચાલીને જતાં હોય એ વખતે કોઇ વાહનની ઠોકરે ન ચડે તે માટે થઇ રિફલેકટર જેકેટ પણ પહેરાવવામાં આવ્‍યા હતાં. પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા, જેસીપી મહેન્‍દ્ર બગડીયા, ડીસીપી સજ્જનસિંહ પરમાર, ડીસીપી જગદીશ બાંગરવાની રાહબરીમાં તાલુકા પીઆઇ ડી. એમ. હરિપરા, પીએસઆઇ બી.આર. ભરવાડ સહિતની ટીમે આ કેમ્‍પનું આયોજન કર્યુ છે. (ફોટોઃ અશોક બગથરીયા)

(12:44 PM IST)