<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 7th March 2025

હળવદમાં રાયનો પૂરતા ભાવનો મળતા દેકારોઃ રાયની હરરાજી અટકાવતા ખેડૂતો

હાલ રાયના ભાવ રૂ. ૧૦૦૦ની અંદર મળી રહ્યા છે, ઓછામાં ઓછો રૂ.૧૧૫૦ ભાવ આપવા ખેડૂતોની માંગ

(દીપક જાની દ્વારા) હળવદ  તા.૭: હળવદ તાલુકા  માં રાયે ખેડૂતોને રોવડાવ્‍યા હોય તેવો ઘાટ સજાર્યો છે.યાડમાં રાયનો પુરતો ભાવ ન મળી રહ્યો હોવાથી ખેડૂતો રોષ પ્રગટ કરી રહ્યા છે.  સાથે જ ખેડૂતોએ રાયની હરાજી પણ બંધ કરાવી દીધી હતી .

હળવદ માર્કેટ યાર્ર્ડમાં રાય, ધાણા અને જીરૂની પુષ્‍કળ આવક થઈ રહી છે. દરરોજ મોટી સંખ્‍યામાં આ ત્રણ પાક ખેડૂતો લઈને આવી રહ્યા છે.ત્‍યારે હાલ રાયનો ભાવ રૂ.૧૦૦૦થી નિચે બોલાય રહ્યો છે.જેને પગલે ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે.ખેડૂતોના જણાવ્‍યા અનુસાર આ ભાવમાં ખર્ચ પણ નીકળે તેમ નથી. રાયની ઓછામાં ઓછો રૂ. ૧૧૫૦ ભાવ આપવાની માંગ સાથે ખેડૂતોએ રાયની હરાજી બંધ કરાવી દીધી હતી.બીજી તરફ માર્કેટ પાર્ડ તરફથી પણ જાહેર કરવામાં આવ્‍યું છે કે જયાં સુધી નવી જાહેરાત નહિ થાય ત્‍યાં સુધી હળવદ માર્કેટ યાડમાં રાયની આવક બંધ રહેશે.

(12:31 PM IST)