તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 7th March 2025
જામનગર-રાજકોટ હાઇવે પર પદયાત્રિકોની લાંબી કતારો..
દ્રારકામાં કોણ છે.. રાજા રણછોડ છે... એ.....હાલો.... દ્રારકા..... કાઠીયાવાડમાં ભૂલો પડ ભગવાન તને સ્વર્ગ ભુલાવું શામળા! કાળિયા ઠાકરના નાદ.. સાથે નાચતે..ગાજતે.. આનંદ ઉત્સાહ ભક્તિભાવ..

ધ્રોલ,તા.૭: ધુળેટીનો તહેવાર નજીક હોય અત્યારથી દ્વારકા જવા માટે સમગ્ર ગુજરાતમાંથી તેમજ રાજસ્થાન તરફથી પદયાત્રીઓ દર વર્ષની જેમ આ વર્ષે ભારે ધસારો જોવા મળી રહ્યો છે અને રાજકોટ, જામનગર હાઈવે પરથી માંડીને દ્વારકા સુધી રાવટીઓ નાખીને સેવાકીય કેમ્પોમાં વિવિધ સેવાકીય પ્રવળતિઓ પદયાત્રીઓ માટે કરવામાં આવી રહી છે.
ફાગણ સુદ પૂનમ એટલે કે હોળી ઉતાસણીનો તહેવાર જયારે રાજાધિરાજ દ્વારકાધીશના દર્શને દૂર દૂરથી ભગવાન કળષ્ણના દર્શન કરવા કરવા અને અને ફૂલડોલને માણવા લાખો પદ યાત્રીઓ જતા હોય છે ત્યારે યાત્રાધામ દ્વારકામાં હોળી અને ફૂલડોલ ઉત્સવને થોડા દિવસો આડા છે અને પદયાત્રિકોનો અવિરત પ્રવાહ દ્વારકા તરફ જાઈ છે, રસ્તામાં લાંબી કતારોમાં પદયાત્રીઓના સંઘ દ્વારકા તરફ આગળ વધી રહ્યા છે,રસ્તાઓ પર નાચતા જુમતા યાત્રિકો કાળિયા ઠાકોર સાથેની અતૂટ નાતાને જાળવી પગપાળા આવી રહ્યા છે. વધુમાં પદયાત્રીકો માટે હાઈવે પર બે કિલોમીટર અંતર પર સેવાકીય કેમ્પોમાં પ્રસાદી, દવાઓ, તમામ સેવાકીય કાર્યો કરવાં આવી રહ્યા છે, દર વર્ષે દ્વારકાધીશના દર્શને હોળી ઉત્સવે દર્શનનો અનેરો મહિમા છે લાખો લોકો ભગવાન દ્વારકાધીશના દર્શન કરે છે. ત્યારે અમદાવાદ થી દ્વારકા સુધીનો હાઈવેમાર્ગ પદયાત્રિકોથી ઉભરાયો છે ગુજરાત અને સૌરાષ્ટ્રના પદયાત્રિકો માટે અનેક સંસ્થાઓ દ્વારા ઠેર-ઠેર સેવા કેમ્પ પણ લગાવ્યા છે. જેમાં પદયાત્રિકોને ખાણી-પીણી ઉપરાંત મેડિકલની પણ સુવિધા આપવામાં આવે છે, તેમજ વિશ્રામ માટે પણ ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. ઠેર-ઠેર સેવા કેમ્પો ધમધમ્યા હતા.લોકડાયરો, રાસગરબા, ઢાઢીલીલા અને સૌરાષ્ટ્ર ગુજરાતનું ભવ્ય ભાતીગળ લોક સંસ્કળતિના કાર્યક્રમો યોજી રહ્યા છે.
આ વર્ષે પદયાત્રીઓનો ભારે ધસારો જોવા મળી રહ્યો છે, રસ્તામાં લાંબી કતારોમાં પદયાત્રીઓના સંઘ દ્વારકા તરફ આગળ વધી રહ્યા છે. રસ્તાઓ પર નાચતા જુમતા યાત્રિકો કાળિયા ઠાકોર સાથેની અતૂટ નાતાને જાળવી પગપાળા આવી રહ્યા છે, ભારત પરંપરાગત વૈવિધ્યથી ભરપૂર દેશ છે. દરેક પ્રાંતોમાં વિશિષ્ટ પરંપરાઓ છે. દરેક સમાજમાં વિશિષ્ટ અને આગવી પરંપરાઓ છે. નજીકના દિવસોમાં હોળી ધુળેટીનો તહેવાર આવી રહ્યો છે. આ પર્વને ઉજવણી સૌરાષ્ટ્ર ભરમાં ધામધૂમથી થશે દ્વારકાધીશના સાનિધ્યમાં ધુળેટી અંગે સૌરાષ્ટ્ર ગુજરાતમાં વિશિષ્ટ પરંપરા જોડાયેલી છે દૂર દૂરથી ભક્તો ચાલીને દ્વારિકા પહોંચે છે. હાલમાં હજારો લોકો દ્વારિકા તરફ જતા માર્ગે ચાલી રહ્યા છે. આનંદ ઉત્સાહ અને ભક્તિભાવથી લોકો દોડી રહ્યા છે. જય દ્વારકાધીશના નારાથી ગગન ગુંજી રહ્યા છે. માર્ગો પર પગ યાત્રિકો ની મોટી લાઈનો ના દ્રશ્યો જોવા મળે છે.
-ખાસ અહેવાલ
સંજય ડાંગર,ધ્રોલ
(10:44 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
