<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 6th March 2025

પાટણ જીલ્લાની ત્રણેય પાલિકાઓમાં મહિલા પ્રમુખની નિમણુંક કરાઇ

હારીજમાં ધરતીબેન સચ્‍ચદે, રાધનપુરમાં ભાવનાબેન જોશી અને ચાણસ્‍મામાં પ્રતિજ્ઞાબેન પટેલ પ્રમુખ બન્‍યા

(જયંતીભાઇ ઠક્કર દ્વારા) પાટણ, તા. ૬: ચાણસ્‍મા, હારીજ અને રાધનપુર નગરપાલિકાઓમાં ભાજપ વિજયી બન્‍યા બાદ આજે બપોરે ૩ વાગ્‍યે પ્રાંત અધિકારીની અધ્‍યક્ષતામાં પ્રમુખની ચૂટણી યોજાઇ હતી. ત્રણેય નગરપાલિકાઓમાં આ વર્ષે સામાન્‍ય મહિલા અનામત બેઠક હોવાથી મહિલા પ્રમુખ બની છે.

હારીજ નગરપાલિકામાં ધરતીબેન ધર્મેશભાઇ સચ્‍ચદેની પ્રમુખ અને કોંગ્રેસમાંથી પક્ષપલ્‍ટો કરી ભાજપમાં જોડાયેલા વોર્ડ નંબર ૬ ના કિંજલબેન ચક્ષુ મહેતાની ઉપપ્રમુખ તરીકે વરણી કરાઇ છે. રાધનપુર નગર પાલિકામાં ભાવનાબેન વિક્રમભાઇ જોશીની પ્રમુખ અને હરેભાઇ રઘુરામ ઠક્કરની ઉપ પ્રમુખ તરીકે વરણી કરાઇ છે. ચાણસ્‍મા નગરપાલિકામાં સામાન્‍ય મહિલા અનામત બેઠક પરથી પ્રતિજ્ઞાબેન પટેલ પ્રમુખ બન્‍યા છે. ઉપપ્રમુખ  તરીકે આશુ સુનિલ પટેલની નિમણૂક કરવામાં આવી છે. ત્રણેય નગરપાલિકા ઓમાં પ્રમુખ પદ માટે અઢી વર્ષની ટર્મ નિર્ધારિત કરવામાં આવી છે. સામાન્‍ય બેઠક ઉપર જીતનાર તમામ મહિલાઓને પ્રમુખ બનવાની તક મળી છે. ભાજપ પાસે ત્રણેય નગરપાલિકાઓમા બહુમતી હોવાથી તેમના દ્વારા સૂચવવામાં આવેલા ઉમેદવારની જીત નિヘતિ હતી.

(4:32 PM IST)