<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 6th March 2025

જુનાગઢ જીલ્લા ભાજપના પ્રમુખપદે ચંદુભાઇ મકવાણાની નિમણુંક

અગાઉ તેઓ યુવા મોરચામાં તથા ભાજપના મહામંત્રી તરીકે રહી ચુકયા છેઃ મોહનભાઇ કુંડારીયાએ નામની જાહેરાત કરી

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ, તા. ૦૬: જુનાગઢ જિલ્લા પ્રમુખ તરીકે મહામંત્રી ચંદુભાઈ મકવાણાની વરણી કરવામાં આવી છે.  જૂનાગઢ જિલ્લા ભાજપનું સુકાન કિરીટભાઈ પટેલ પાસેથી લઈ મહામંત્રી ચંદુભાઈ મકવાણા ને સોંપવામાં આવ્‍યું છે.

જૂનાગઢ જિલ્લાના માળીયાહાટીના તાલુકાના ખોરાસા ગામના વતની ચંદુભાઈ મકવાણાના નામની જાહેરાત પૂર્વ કેન્‍દ્રીય મંત્રી મોહનભાઈ કુંડારિયાએ કરી હતી. જેના પગલે મકવાણા હવે જુનાગઢ જિલ્લા ભાજપનું સુકાનપદ સંભાળશે.

જુનાગઢ જીલ્લા ભાજપના ઉપપ્રમુખ નારણભાઇ ભેટારીયાએ ‘અકિલા' ને જણાવ્‍યુ હતુ કે ચંદુભાઇ મકવાણા માળીયાહાટીના તાલુકાના ખોરાસાના વતની અને દલીત સમાજમાંથી આવે છે. ભાજપની ટીમમાં મંત્રી હતા અને યુવા મોરચામાં તેઓ રહી ચુકયા છે. પૂર્વ કેન્‍દ્રીય મંત્રી મોહનભાઇ કુંડારીયાએ તેના નામની જાહેરાત કરી હતી.

ચંદુભાઇ મકવાણા (મો. નં. ૯૭૧૨૬ ૦૦૦૨૧)(

(1:47 PM IST)