News of Thursday, 6th March 2025
સૌરાષ્ટ્ર-કચ્છમાં ફરી ઠંડી વધી : ગિરનાર ઉપર ૯.૪ ડીગ્રી
લઘુતમ તાપમાનનો પારો નીચે ઉતરતા ધોમધખતા તાપ વચ્ચે ઠંડકનો અહેસાસ

રાજકોટ, તા. ૬ : રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં ધોમધખતા તાપ વચ્ચે આજે પણ ઠંડીમાં વધારો થયો છે. આજે ગિરનાર ઉપર ૯.૪ ડીગ્રી, નલીયા ૧૧.પ, રાજકોટ ૧૪, જામનગરમાં ૧૪.પ ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું છે.
જુનાગઢ
(વિનુ જોશી દ્વારા) આજે સવારે જુનાગઢ સહિત સોરઠના તાપમાનમાં ભારે ઉથલપાથલ થવા પામી હતી. ગિરનાર પર સવારનું તાપમાન ઘટીને ૯ ડીગ્રી થઈ જતા પર્વતીય વિસ્તારમાં ફરી ઠંડીનું મોજુ ફરી વળ્યું હતું.
ગિરનાર પર્વત ખાતે બુધવારે સવારનું લઘુત્તમ તાપમાન ૧૮.૪ ડિગ્રી રહ્યા બાદ આજે સવારે વારો નીચે ઉતરીને ૯.૪ ડિગ્રીએ આવી ગયો હતો. જુના પરિણામે ગિરનાર ક્ષેત્રમાં સવારે તીવ્ર ઠંડી અનુભવાય હતી. ગિરનારની સાથે સાથે જુનાગઢમાં બુધવારની સરખામણીએ લઘુત્તમ તાપમાન ૯.૪ ડિગ્રી ઘટીને ૧૪ ડિગ્રી નોંધાયો હતો તાપમાનમાં ધરખમ ઘટાડો થતાં સમગ્ર સોરઠ વિસ્તારમાં ગુલાબી ઠંડી નું મોજું ફરી વળ્યું હતું. બુધવારે જુનાગઢના વાતાવરણમાં ભેજ ઘટીને ૭ ટકા થઈ ગયા બાદ આજે સવારે ૪૦ ટકાના વધારા સાથે ભેજ વધીને ૪૭ ટકા થઈ ગયો હતો. સવારથી પવનની પ્રતિ કલાકની ઝડપ ૬.૩ કિલોમીટરની રહેતા વાતાવરણ વધુ ઠંડુ થઈ ગયું હતું.
જામનગર
(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર : બાજરા સંશોધન કેન્દ્ર જામનગર તરફથી મળેલ તાપમાની વિગત જોઇએ તો લઘુતમ તાપમાન ૧૪.પ, મહતમ તાપમાન ૩૦.૮, ભેજનું પ્રમાણ ૪૭ ટકા, પવનની ગતિ ૬ કિ.મી. રહી હતી.
(2:24 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
